Vadodara ના સિનિયર સિટિઝનને Digital Arrest કરીને સાયબર ઠગોએ 1.60 કરોડ પડાવ્યા
અમદાવાદ : હાલમાં વધી રહેલા ડિજિટલ અરેસ્ટના(Digital Arrest)કેસો વચ્ચે ગુજરાતના વડોદરાના(Vadodara)એક સિનિયર સિટીઝન પણ તેનો ભોગ બન્યા છે. જેમાં સાયબર ભેજાબાજોએ તેમની પાસેથી 1.60 કરોડની રકમ પડાવી લીધી છે. આ સમગ્ર ઘટનાની વિગત મુજબ વડોદરાના માંજલપુરમાં રહેતા 72 વર્ષીય જગદીશભાઈ સોસાયટી મેનેજરમાંથી નિવૃત્ત થયા છે. તારીખ 15 સપ્ટેમ્બરે જગદીશભાઈના મોબાઈલ પર અજાણ્યા નંબરથી ફોન આવેલ અને ટ્રાઇમાંથી બોલતા હોવાનું જણાવ્યું હતું.
તમે મુંબઈ ક્રાઈમ બાન્ચમાં જઈ અરજી કરો
જેમાં તમે રાષ્ટ્રવિરોધી કામ કરેલ ન હોય તો 1 નંબર દબાવો. જેથી જગદીશભાઈએ 1 દબાવતા તેમણે જણાવેલ કે તમારા વિરુદ્ધમાં ગણેશનગર અંધેરી ઇસ્ટ મુંબઈથી ફરિયાદ થયેલ છે અને તમે પોર્નોગ્રાફીનો ધંધો કરો છો. જયારે તેમણે ઇનકાર કર્યો તો તેમને મુંબઈ ક્રાઈમ બાન્ચમાં અરજી કરવા જણાવવામાં આવ્યું હતું.
હું આનંદ રાણા મુંબઈ ક્રાઈમ બ્રાંચ માંથી બોલું છું
જો કે જગદીશભાઈ ચાલી ન શકતા હોવાનું જણાવતા સાયબર ઠગોએ ફોન મુંબઈ ક્રાઈમ બાન્ચમાં કનેક્ટ કર્યો હતો. કનેક્ટ થતાંની સાથે જ વીડિયો કોલ ચાલુ થઈ ગયો હતો. જેમાં જગદીશભાઈ સામેવાળાને જોઈ શકતા ન હતા. તેમણે જણાવેલ કે હું આનંદ રાણા મુંબઈ ક્રાઈમ બ્રાંચ માંથી બોલું છું તમે રૂપિયા 287 કરોડના મની લોન્ડરિંગ કેસમાં સામેલ છો અને હું તમને ડિજિટલ એરેસ્ટ કરું છું. તમે બહાર કોઈને જાણ કરશો તો તમારી જાનને ખતરો છે.
વોટ્સએપ મારફતે અરેસ્ટ વોરંટ મોકલ્યું હતું
વોટ્સએપ મારફતે અરેસ્ટ વોરંટ મોકલ્યું હતું. બીજા વોટ્સએપ નંબર પરથી એક સુપ્રીમ કોર્ટનો લેટર મોકલેલ હતો. જેમાં MD ઈસ્લામ નવાબ મલિક ગ્રૂપના મની લોન્ડરિંગ કેસમાં તમારું નામ સામેલ છે. જેથી તમે નીચેની શરતો પૈકી કોઈપણનું પાલન નહીં કરો તો ત્રણથી સાત વર્ષની જેલની સજા થઈ શકે છે. ગઠીયાએ કહ્યું કે, હું તમારી મદદ કરીશ અને તેમને એક દિલ્હીના સારા વકીલ સાથે વાત કરાવું જેનું નામ રાકેશ છે અને તે કહે તે રીતે કરો.ત્યારબાદ રાકેશ સાથે ફોન વાત કરાવી ભેજાબાજોએ વિવિધ એકાઉન્ટમાં 1,59,99,974 પડાવી લીધા હતા. જગદીશભાઈએ રૂપિયા પરત માંગતા કોઈએ કોલ રિસીવ ન કરતા તેમને ફરિયાદ નોંધાવી હતી.
ડીમેટ એકાઉન્ટ માંથી તમામ શેર વેચી નાખ્યા
જગદીશભાઈએ 17 ઓક્ટોબરે બીમાર થતા તેમણે ગઠીયાઓ પાસેથી રુપિયા પરત માંગ્યા હતાં. જેથી વિશ્વાસમાં લેવા માટે 1 લાખ પરત આપ્યા હતા. જેથી બાકીના રૂપિયા પણ મળી જશે તેવો વિશ્વાસ આવતા અન્ય રૂપિયા પણ ટ્રાન્સફર કર્યા હતા. ગઠીયાઓએ ડીમેટ એકાઉન્ટ માંથી તમામ શેર વેચી નાખી અને તે રુપિયા કેશ વેરિફિકેશન માટે મોકલવાનું કહ્યું હતું. જગદીશભાઇએ તમામ શેર વેચીને 85 લાખ જમા કરાવ્યા હતા.
શું છે ડિજિટલ એરેસ્ટ ?
ડિજિટલ એરેસ્ટની મોડસ ઓપરેન્ડીમાં જેમાં ટેક્નોલોજીની મદદથી પોલીસ સ્ટેશન કે અન્ય કોઈ ઓફિસ બેકગ્રાઉન્ડમાં બનાવીને સાયબર ગુનેગારો નકલી પોલીસ ઓફિસર અથવા અન્ય એજન્સીઓના તપાસ અધિકારી તરીકે લોકોને ધમકી આપે છે. જેના કારણે સામેના વ્યક્તિને એવું લાગે છે કે જાણે પોલીસ સ્ટેશનમાં બેસીને કોઈ પોલીસ અધિકારી વાત કરી રહ્યો હોય. જેના કારણે વ્યક્તિ ડરી જાય છે. અને પોતાની બધી વિગત આપી દે છે.
Also Read – Gujarat માં કડકડતી ઠંડી વચ્ચે નાતાલ બાદ પલટાશે વાતાવરણ, હવામાન વિભાગે કરી આ આગાહી
બેંક એકાઉન્ટનો ઉપયોગ ગુનાહિત પ્રવુતિ માટે કરે છે
ત્યારબાદ આ ગુનેગારો આ તમામ વિગત જેમકે આધાર કાર્ડ, સિમ કાર્ડ, બેંક કાર્ડ અથવા બેંક એકાઉન્ટનો ઉપયોગ ગુનાહિત પ્રવુતિ માટે કરે છે. અને પછી ગમે તેવા આક્ષેપો કરીને પીડિતો પાસેથી પૈસા પડાવી લે છે. આ સાયબર ગુનેગારો એવી પરિસ્થિતિઓ ઊભી કરે છે કે કોઈ પણ વ્યક્તિ નર્વસ થઈ જાય છે જેમ કે કેટલાક કિસ્સાઓમાં પીડિતો સાથે બન્યું છે.