આમચી મુંબઈટોપ ન્યૂઝ

દેવેન્દ્ર સરકારમાં ખાતાની ફાળવણી; કોણે રાખ્યું ગૃહ ખાતુ? જાણો અજિત પવાર અને એકનાથ શિંદેને શું મળ્યું…

મુંબઈ: મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીમાં મહાયુતીના વિજય અને સરકારની રચના બાદ વિભાગોની વહેંચણી (Maharashtra Portfolio Allocation) બાબતે સસ્પેન્સ રચાયું હતું. લાંબી ચર્ચાઓ બાદ આજે નવી મહારાષ્ટ્ર સરકારમાં વિભાગોની વહેંચણીની જાહેરાત કરી દેવામાં આવી છે.ગૃહ ખાતુ મુખ્ય પ્રધાન ફડણવીસ પાસે જ રહ્યું છે. નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને શહેરી વિકાસ ખાતુ આપવામાં આવ્યું છે. અગાઉથી એવી અટકળો હતી કે ભાજપ કોઈપણ ભોગે ગૃહ વિભાગ સાથે કોઈ બાંધછોડ નહીં કરે, હવે એવું જ થયું છે.

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને ગૃહ મંત્રાલય, કાયદો અને ન્યાયતંત્ર ખાતુ મળ્યું છે. જ્યારે નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને શહેરી વિકાસ ઉપરાંત આવાસ અને જાહેર બાંધકામ ખાતુ મળ્યું છે. જ્યારે નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારને નાણા ઉપરાંત આયોજન અને આબકારી વિભાગો મળ્યા છે. મહેસૂલ વિભાગ ચંદ્રશેખર બાવનકુળે ફાળવવામાં આવ્યું છે.

આ પણ વાંચો : ‘તુમ લડો મૈં બુકે દેકર ઘર જાતા હૂં…’, એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરેની ઉડાવી મજાક…

શિવસેનાના દાદાજી ભુસે શાળા શિક્ષણ પ્રધાન હશે, જ્યારે ઉદય સામંત ઉદ્યોગ પ્રધાન રહેશે. શિવસેનાના પ્રકાશ અબિટકર રાજ્યના નવા આરોગ્ય પ્રધાન રહેશે, જ્યારે પ્રતાપ સરનાઈકને પરિવહન વિભાગ મળ્યું છે.

ભાજપના રાધાકૃષ્ણ વિખે પાટીલ અને ગિરીશ મહાજનને સંયુક્ત રીતે જળ સંસાધન વિભાગ આપવામાં આવ્યો છે. ગિરીશ મહાજનને ફાળે જળ સંસાધન ઉપરાંત ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ પણ આવ્યું છે.

ચંદ્રકાંત બચ્ચુ પાટીલનમે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ તથા સંસદીય બાબતોના પ્રધાન બનાવવામાં આવ્યા છે. વન વિભાગ ગણેશ નાઈકને ફાળવવામાં આવ્યું છે. સ્વચ્છતા વિભાગ ગુલાબરાવ પાટીલના ફાળે ગયું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button