Shahrukh Khanના મોબાઈલ વોલપેપર પર આ કોનો ફોટો?
બોલીવૂડના રોમેન્સ કિંગ શાહરુખ ખાન (Shahrukh Khan)ની ફેન ફોલોઈંગ અને વાત જ ન્યારી છે. એસઆરકેના ફેન્સ એક વાત તો ખૂબ જ સારી રીતે જાણે છે કે તે ફેમિલી લવિંગ મેન છે અને પોતાના પરિવાર સાથે એક મજબૂત બોન્ડ શેર કરે છે. કિંગ ખાન વિશેની ઝીણામાં ઝીણી વિગત જાણવાનું ફેન્સને ખૂબ જ પસંદ છે અને એટલે જ આજે અમે અહીં તમારા માટે આવી જ એક ધાસ્સુ માહિતી લઈને આવ્યા છીએ.
આ પણ વાંચો: શાહરુખ ખાને દીકરા આર્યન ખાનના ડેબ્યૂની કરી જાહેરાત
શું તમને ખબર છે કિંગ ખાનના મોબાઈલ ફોનના વોલપેપર પર કોનો ફોટો છે? જો તમારો જવાબ ગૌરી ખાન (Gauri Khan) કે સુહાના ખાન (Suhana Khan) છે તો તમારા આ બંને જવાબ ખોટા છે. ચાલો જાણીએ આખરે કોણ છે એ ખાસ વ્યક્તિ કે જેનો ફોટો એસઆરકેએ પોતાના મોબાઈલના વોલપેપર પર લગાવ્યો છે અને કેમ?
આ વાતનો ખુલાસો હાલમાં જ સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલાં એક ફોટોને કારણે થયો હતો. વાત જાણે એમ છે કે હાલમાં શાહરૂખ ખાન નાના દીકરા અબરામ ખાનની સ્કુલના એક ઈવેન્ટમાં પહોંચ્યો હતો અને એ સમયે તેના મોબાઈલ ફોનની સ્ક્રીન પરના વોલપેપરને લઈને ખુલાસો થયો હતો. શાહરૂખના ફોનના વોલપેપર પર પત્ની ગૌરી કે દીકરી સુહાનાનો ફોટો નથી.
આ પણ વાંચો: Birth Day Special: શાહરુખ ખાનની આ ફિલ્મ ફ્લોપ હતી, ફિલ્મના કો-સ્ટાર પણ ગયો હતો જેલમાં
હવે તમને પણ સવાલ થયો ને કે આખરે શાહરૂખના ફોન પર પત્ની કે દીકરીનો ફોટો નથી તો કોનો ફોટો છે? તો આ રહ્યો તમારા સવાલનો જવાબ. એસઆરકેના ફોન પર નાના દીકરા અબરામ ખાનનો ફોટો છે.
સોશિયલ મીડિયા પર શાહરૂખ ખાનના વોલપેપરનો ફોટો ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. ફેન્સ શાહરુખ અને અબરામની જોડી પર ખૂબ જ પ્રેમ વરસાવી રહ્યા છે. એક યુઝરે આ ફોટો પર કમેન્ટ કરતાં લખ્યું છે કે કિંગ ખાને પોતાના દીકરાનો ફોટો વોલપેપર પર લગાવ્યો છે અને આ એની આ વાત મને સૌથી વધુ ગમી છે. મોટાભાગના યુઝર્સે બાપ-દીકરાની જોડીને ખૂબ જ પ્રેમાળ અને મનમોહક ગણાવી છે.