મેટ્રો-થ્રીના પ્રવાસીઓની સંખ્યા ૧૧ લાખ સુધી પહોંચાડવાનું લક્ષ્ય…
મુખ્ય પ્રધાનની જાહેરાત બાદ પ્રશાસનના ભગીરથ પ્રયાસ શરૂ
મુંબઈ: દેશની ૧૦૦ ટકા થતા રાજ્યની સૌથી લાંબી મેટ્રો-થ્રી ૨૭ સ્ટેશનોની અંડરગ્રાઉન્ડ લાઇન મે, ૨૦૨૫ સુધી સંપૂર્ણ રીતે કાર્યાન્વિત થઇ જશે, એવો વિશ્વાસ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે વ્યક્ત કર્યો હતો. હાલમાં ૧૦ સ્ટેશનો દ્વારા છ લાખ પ્રવાસીઓ આ માર્ગનો ઉપયોગ કરી રહ્યા છે અને બાકીના ૧૭ સ્ટેશન પરની સેવા શરૂ થયા બાદ ૧૧ લાખ પ્રવાસીનો વધારો કરવાનું લક્ષ્ય પ્રશાસને રાખ્યું છે. મેટ્રો-થ્રી સંપૂર્ણ રીતે કાર્યરત થયા બાદ પ્રવાસીઓની સંખ્યા ૧૧ લાખ સુધી પહોંચાડવા માટે હાલ પ્રશાસન ભગીરથ પ્રયાસ કરી રહ્યા છે.
આ પણ વાંચો : પ્રધાનમંડળ વિસ્તરણઃ પાંચ દિવસ પછી તાનાજી સાવંત અને શિવતારેના સૂર બદલાયાં
આરે કારશેડ આંદોલન, કોર્ટના કેસ વગેરે કારણોસર ચર્ચામાં રહેલી કોલાબા-બાન્દ્રા-સીપ્ઝ મેટ્રો-થ્રીના ખર્ચમાં પહેલાથી વધારો થયો છે. ત્યાર બાદ સાતમી ઓક્ટોબરે આરેથી બીકેસી વચ્ચેનો પ્રથમ તબક્કો શરૂ કરવામાં આવ્યો હતો. આ અંતેર ૧૨.૬૯ કિલોમીટર છે જેમાં ૧૦ સ્ટેશન આવેલા છે. કુલ ૩૭,૨૭૫.૫૦ કરોડ રૂપિયાના ખર્ચમાંથી ૧૪,૨૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ પ્રથમ તબક્કા માટે કરવામાં આવ્યો હતો.
પ્રથમ તબક્કાના માર્ગ પર રોજના ચાર લાખ પ્રવાસીઓ પ્રવાસ કરશે એવો દાવો કરવામાં આવ્યો હતો, પરંતુ હાલમાં દરરોજ અંદાજે ૧૯,૬૩૧ લોકો પ્રવાસ કરી રહ્યા છે. સાતમી ઓક્ટોબરથી છઠ્ઠી ડિસેમ્બર સુધી બે મહિનામાં અંદાજે ૧૧.૯૩ લાખ લોકોએ પ્રવાસ કર્યો છે. પ્રથમ મહિનામાં ૬.૩૩ લાખ પ્રવાસીની સંખ્યા ઘટીને બીજા મહિનામાં ૫.૬૪ લાખ થઇ હતી. મુખ્ય પ્રધાને જે છ લાખનો આંકડો જાહેર કર્યો હતો તે એક મહિનાનો હાઇ એ પણ છ ડિસેમ્બર સુધી છ લાખથી પણ ઓછો છે.
આ પણ વાંચો : Good News: મેટ્રો-થ્રીનો કોલાબા-બીકેસીનો બીજો તબક્કો 5 મહિનામાં ખુલ્લો મુકાશે…
એવામાં સંપૂર્ણ મેટ્રો-થ્રીની લાઇન શરૂ થયા બાદ પ્રવાસીની સંખ્યા ૧૧ લાખ પર પહોંચશે એવું મુખ્ય પ્રધાનનું કહેવું છે, પણ એ આવનારો સમય જ જણાવશે.