Pushpa 2 ના સ્ક્રિનિંગમાં નાસભાગનો મુદ્દો તેલંગાણા વિધાનસભામાં ગુંજ્યો,Allu Arjun પર ગંભીર આરોપ
હૈદરાબાદ: હૈદરાબાદ શહેરના સંધ્યા થિયેટરમાં ફિલ્મ પુષ્પા 2ના(Pushpa 2)સ્ક્રિનિંગ દરમિયાન નાસભાગનો મુદ્દો હવે તેલંગાણા વિધાનસભામાં ગુંજ્યો છે. જેમાં તેલંગાણા વિધાનસભાની કાર્યવાહી દરમિયાન ધારાસભ્ય અકબરુદ્દીન ઓવૈસીએ આરોપ લગાવ્યો કે જ્યારે અલ્લુ અર્જુનને(Allu Arjun)નાસભાગ અને મહિલાના મોતની જાણ કરવામાં આવી ત્યારે તેણે કહ્યું કે, ‘હવે ફિલ્મ હિટ થશે’. જ્યારે સીએમ રેવંત રેડ્ડીએ પણ કહ્યું કે હીરો બેદરકાર હતો અને મૃત્યુની જાણ હોવા છતાં તે થિયેટરમાંથી બહાર ગયો ન હતો. તેણે કહ્યું કે પીડિત પરિવાર દર મહિને રૂપિયા 30000 કમાય છે. પરંતુ પ્રતિ ટિકિટ રૂપિયા 3000 ખર્ચે છે, કારણ કે તેનો પુત્ર અલ્લુ અર્જુનનો ચાહક છે.
આ પણ વાંચો: સૌથી વધુ ઝડપથી રૂપિયા 1000 કરોડની કમાણી કરી આ ફિલ્મોને પાછળ મૂકશે Pushpa 2…
પીડિતાના પરિવારના ઘરે કોઈ ગયું ન હતું
સીએમ રેવન્ત રેડ્ડીએ કહ્યું, એક દિવસ પોલીસ સ્ટેશન ગયા તો ફિલ્મ સેલિબ્રિટીઓ અલ્લુ અર્જુનને મળવા સતત તેના ઘરે કેમ આવવા લાગ્યા હતા. તેને શું થયુ છે. કોઇ ઇજા થઈ છે કે ફિલ્મ ઈન્ડસ્ટ્રી તેને મળવા પહોંચી છે. તેને મળ્યા બાદ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લોકો તેને અભિનંદન આપી રહ્યા છે. પરંતુ તે પીડિત બાળકને મળવા કોઈ નહોતું ગયું.
કોઈ બેનિફિટ શો નહીં યોજાય
આ જોઈને હું સમજી શકતો નથી કે ફિલ્મ ઈન્ડસ્ટ્રી શું વિચારી રહી છે. તેલંગાણા સરકારે નિર્ણય લીધો છે કે તે પુષ્પા 2 ફિલ્મના શો દરમિયાન મૃત્યુ પામેલી મહિલાના પરિવારને 25 લાખ રૂપિયાની આર્થિક મદદ કરશે. આ સિવાય હવેથી કોઈ બેનિફિટ શો નહીં યોજાય
ભાગદોડમાં ગૂંગળામણને કારણે એક મહિલાનું મોત
ફિલ્મ ‘પુષ્પા 2’ના પ્રીમિયર શો દરમિયાન ભાગદોડમાં ગૂંગળામણને કારણે એક મહિલાનું મોત થયું હતું. આ મામલે અભિનેતા અલ્લુ અર્જુન અને અન્યો સામે પણ કેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર પીડિતાની ઓળખ 35 વર્ષીય રેવતી તરીકે થઈ છે. મહિલાની સાથે તેનો 13 વર્ષનો પુત્ર પણ ગૂંગળામણથી પીડાઈ રહ્યો છે અને તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
મૃતકના પરિવારની ફરિયાદના આધારે, અભિનેતા, તેની સુરક્ષા ટીમ અને સિનેમા હોલ મેનેજમેન્ટ વિરુદ્ધ ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશનમાં BNSની વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.