ISRO અવકાશમાં વધુ મોટી સિદ્ધિઓ નોંધાવશે! આ એજન્સી સાથે કર્યા મહત્વના કરાર…
નવી દિલ્હી: ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન(ISRO) ને છેલ્લા ઘણા વર્ષોથી અવકાશ વિજ્ઞાનમાં વિવિધ સિદ્ધિઓ મેળવીને દુનિયાભરમાં પ્રતિષ્ઠા સ્થાપિત કરી રહી છે. આગામી સ્પેસ મિશન માટે ISRO ને નવો પાર્ટનર મળ્યો છે. ISRO એ શનિવારે યુરોપિયન સ્પેસ એજન્સી (ESA) સાથે સમાનવ અવકાશ મિશનને આગળ વધારવા અને વૈશ્વિક સહયોગને પ્રોત્સાહન આપવા માટે એક કરાર પર હસ્તાક્ષર કર્યા. આ કરાર અંતર્ગત અવકાશયાત્રીને તાલીમ, મિશનના અમલીકરણ અને અવકાશમાં વિવિધ પ્રયોગોમાં માટે સહકાર આપવામાં આવશે.
આ પણ વાંચો : ISRO ના Proba-3 મિશનનું લોન્ચિંગ મોકૂફ રખાયું, જાણો સમગ્ર મિશન અંગે
બંને એજન્સીના વડાએ હસ્તાક્ષર કર્યા:
ISROના અધ્યક્ષ એસ સોમનાથ અને ESAના ડાયરેક્ટર જનરલ જોસેફ એશબેચરએ આ કરાર પર હસ્તાક્ષર કર્યા હતાં. ISRO એ એક જાહેરનામાંમાં જણાવ્યું કે આ કરાર હ્યુમન સ્પેસ એક્ષપ્લોરેશન એન્ડ રીસર્ચ માટે જરૂરી પ્રવૃત્તિઓ માટે એક માળખું પૂરું પાડશે. આ કરાર અંતર્ગત ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર ESA સુવિધાઓના ઉપયોગ માટે સહયોગનો પણ સમાવેશ થાય છે.
ISROએ આપી જાણકારી:
ISROએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર માહિતી આપી હતી કે આ કરારમાં આગામી Axiom-4 મિશન માટે સપોર્ટ પણ સામેલ છે. તેને માર્ચ 2025માં લોન્ચ કરવામાં આવે તેવી શક્યતા છે. આ ભાગીદારીથી ભારતના સમાનવ અવકાશ મિશન અને વૈશ્વિક સહયોગને આગળ વધારવામાં આવશે. વધુમાં, આ કરાર માનવ અને બાયોમેડિકલ સંશોધન તેમજ સંયુક્ત ટ્રેનીગ અને આઉટરીચ પ્રવૃત્તિઓને પણ આગળ વધારશે.
બંને એજન્સીના વડાએ શું કહ્યું?
કરાર પર હસ્તાક્ષર કર્યા પછી એસ સોમનાથે ISROના સમાનવ અવકાશ મિશન માટે રોડમેપ અંગે જાણકરી આપી હતી. તેમણે વિવિધ ભારતના સ્વદેશી સ્પેસ સ્ટેશન, ભારતીય અંતરીક્ષ સ્ટેશન (BAS) અંગે પણ જાણકારી આપી હતી.
આ પણ વાંચો : ISRO ચીફ સોમનાથે ‘Gaganyaan’ મિશનને લઈને આપ્યા મોટા સમાચાર
ESAના ડાયરેક્ટર જનરલ જોસેફ એશબેકરે બે અવકાશ એજન્સીઓ વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવાની પહેલ તેમની પ્રશંસા વ્યક્ત કરી. તેમણે ESA કાઉન્સિલને સંબોધવા બદલ સોમનાથનો આભાર માન્યો અને અવકાશ સંશોધનમાં ભાવિ સહયોગ માટેના નક્કર માળખા તરીકે આ કરારની પ્રશંસા કરી હતી