સ્પોર્ટસ

અનમોલપ્રીત સિંહની અણમોલ ઇનિંગ્સ

આઇપીએલમાં કોઈએ ન ખરીદ્યો, ફાસ્ટેસ્ટ સદી ફટકારીને ભારતની રેકૉર્ડ-બુકમાં આવી ગયો!

અમદાવાદઃ પંજાબના આક્રમક બૅટર અનમોલપ્રીત સિંહને તાજેતરમાં આઇપીએલના ઑક્શન દરમ્યાન કોઈ પણ ફ્રૅન્ચાઇઝીએ નહોતો ખરીદ્યો, પરંતુ તેણે બૅટિંગમાં તાકાત બતાવી દીધી છે. અનમોલપ્રીત લિસ્ટ-એ કૅટેગરીની ક્રિકેટમાં ફાસ્ટેસ્ટ સેન્ચુરી ફટકારનાર ભારતીય ખેલાડી બન્યો છે. તેણે વિજય હઝારે ટ્રોફી વન-ડે ટૂર્નામેન્ટમાં અરુણાચલ પ્રદેશ સામેની મૅચમાં ફક્ત 35 બૉલમાં સદી પૂરી કરી હતી.

આ પણ વાંચો: પરિવાર માટે સમય કાઢજો, બોલિંગમાં નવી તરકીબો વિશે વિચારજો…: અશ્વિનને પત્ની પ્રીતિએ `લવ લેટર’માં બીજું ઘણું લખ્યું!

હરાજીમાં અનમોલપ્રીત માત્ર 30 લાખ રૂપિયાની બેઝ પ્રાઇસમાં મળે એમ હતો છતાં કોઈ પણ ટીમે તેને નહોતો ખરીદ્યો.
રાઇટ-હૅન્ડ બૅટર અનમોલપ્રીતે આ મૅચમાં કુલ 45 બૉલમાં નવ સિક્સર અને બાર ફોરની મદદથી 115 રન બનાવ્યા હતા. અરુણાચલ પ્રદેશે 48.4 ઓવરમાં 164 રન બનાવ્યા બાદ પંજાબે ફક્ત 12.5 ઓવરમાં એક વિકેટે 167 રન બનાવીને વિજય મેળવી લીધો હતો. કૅપ્ટન અભિષેક શર્મા 10 રન બનાવીને આઉટ થયા બાદ પંજાબની ટીમ સામે કસોટી ઊભી થઈ હતી, પરંતુ અનમોલપ્રીત અને પ્રભસિમરન સિંહ (35 અણનમ) વચ્ચે 153 રનની અતૂટ ભાગીદારી થઈ હતી અને પંજાબે માત્ર 12.5 ઓવરમાં એક વિકેટે 167 રન બનાવીને (223 બૉલ બાકી રાખીને) નવ વિકેટના માર્જિનથી વિજય મેળવ્યો હતો.

આ પણ વાંચો: ભારતીય ટીમના આ પૂર્વ બેટ્સમેન સામે અરેસ્ટ વોરંટ જાહેર, આ મામલે નોંધાયો કેસ

અનમોલપ્રીતની 35 બૉલની સેન્ચુરી લિસ્ટ-એ ક્રિકેટમાં (ડોમેસ્ટિક વન-ડે ક્રિકેટમાં) ત્રીજા નંબરે અને ભારતીયોમાં પહેલા નંબરે છે. અનમોલપ્રીતે યુસુફ પઠાણ (2010માં બરોડા વતી મહારાષ્ટ્ર સામે 40 બૉલમાં સેન્ચુરી)નો વિક્રમ તોડ્યો છે. એકંદરે અનમોલપ્રીતની સદી ત્રીજા સ્થાને છે. પહેલા બે સ્થાને ઑસ્ટ્રેલિયાનો જેક-ફ્રેઝર મૅકગર્ક (29 બૉલમાં સદી) અને બીજા સ્થાને સાઉથ આફ્રિકાનો એબી ડિવિલિયર્સ (31 બૉલમાં સદી) છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button