અંબાણી પરિવારની વહુ આ રીતે તૈયાર થઈને પહોંચી એન્યુઅલ ડે ફંક્શનમાં…
સોશિયલ મીડિયા પર હાલમાં ધીરુભાઈ ઈન્ટરનેશનલ સ્કુલના એન્યુઅલ ડે ફંક્શનના વીડિયો જ વાઈરલ થઈ રહ્યા છે. આ સ્કુલમાં બોલીવૂડના સ્ટાર્સના બાળકોથી લઈને અનેક જાણીતી હસતીઓના બાળકો અભ્યાસ કરે છે. સ્કુલના એન્યુઅલ ડે ફંક્શનમાં અનેક સેલેબ્સે હાજરી આપી હતી અને આખો અંબાણી પરિવાર પણ આ ઈવેન્ટમાં હાજર રહ્યો હતો. દરમિયાન અંબાણી પરિવારના નાના વહુરાણી રાધિકા મર્ચન્ટ (Radhika Merchant)નો લૂક સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે, ચાલો જોઈએ શું ખાસ હતું રાધિકાના લૂકમાં…
એશિયાના સૌથી અમીર ઉદ્યોગપતિમાંથી એક એવા મુકેશ અંબાણી અને નીતા અંબાણીની નાની વહુ રાધિકા મર્ચન્ટ પણ એન્યુઅલ ડેના ફંક્શનમાં પહોંચી હતી. રાધિકાના સિમ્પલ લૂકનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે અને તેના આ લૂકે સૌનું દિલ પણ જિતી લીધું હતું. આ સમયે રાધિકાએ વેસ્ટર્ન ડેનિમનું શર્ટ અને મેચિંગ ટ્રાઉઝર સાથે બેલ્ટ પહેર્યું હતું. ખિસ્સામાં હાથ નાખીને રાધિકાએ ઈવેન્ટમાં એન્ટ્રી લીધી હતી.
આ પણ વાંચો : દીકરા તૈમુરને જોઈને Kareena Kapoorએ આપ્યું આવું રિએક્શન, વીડિયો થયો વાઈરલ…
જ્યાં એક તરફ નીતા અંબાણી, ઈશા અંબાણી આ ઈવેન્ટમાં સરસ રીતે તૈયાર થઈને પહોંચ્યા હતા ત્યાં રાધિકાનો આ સિમ્પલ લૂક સોશિયલ મીડિયા પર ચર્ચાનું કારણ બન્યું છે. રાધિકા અવારનવાર પોતાના લૂકને કારણે ચર્ચામાં આવતી જ રહે છે, પરંતુ આ વખતનો તેનો સિમ્પલ લૂક નેટિઝન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
ડેનિમના શર્ટ અને ટ્રાઉઝર સાથે રાધિકાએ સિમ્પલ નાના ઈયરરિંગ્સ અને ગળામાં મંગળસૂત્ર પહેર્યું હતું. આ લૂક સાથે તેણે રેડ એન્ડ વ્હાઈટ સ્લિંગ બેગ અને વ્હાઈટ ચંપલ પહેર્યા હતા. રાધિકાનો આ લૂક એકદમ સિમ્પલ અને સોબર લૂક હાલમાં ઈન્ટરનેટ પર ચર્ચાનું કારણ બન્યું છે. અંબાણી લેડિઝની જેમ રાધિકાનો પણ ફેશન અને સ્ટાઈલના મામલામાં કોઈ જવાબ નથી. તે જે કંઈ પણ કરે કે પહેરે એ ટોક ઓફ ધ ટાઉન ચોક્કસ બની જાય છે.