વીક એન્ડ

ક્લોઝ અપ : બિરબલ – મિયાં નસીદીન- શેખ ચિલ્લી કે પછી તેનાલી રામ: કોણ વધુ બુદ્ધિશાળી ?

  • ભરત ઘેલાણી

નિશાળે જતા થયા- થોડા સમજણા થયા ત્યારે મોગલ બાદશાહ અકબરના દરબારમાંના નવ રત્નમાંથી એક એવા બિરબલની ચતુરાઈની કથાઓ આપણા શિક્ષકો પાસેથી સાંભળવા – જાણવા મળતી. બિરબલ ઘણો બુદ્ધિશાળી અને ચતુર. મહારાજા અકબરને મૂંઝવતા પ્રશ્નો હોય તો ચકોર બિરબલ ચપટી વગાડતા ઉકેલી આપે માટે મોગલ દરબારમાં અકબરનો એ ખાસ માનીતો.

આ કારણે બિરબલની ઈર્ષા કરનારાઓ પણ ખરા. એને બદનામ કરી અકબર સમક્ષ એને નીચો દેખાડવા અવારનવાર પ્રયાસ થતાં, પણ ચબરાક બિરબલ એ બધામાંથી આબાદ છટકી જતો.

આ પણ વાંચો: વિશ્વની વિખ્યાત વ્યક્તિઓની વિશેષ સફળતાનાં રહસ્ય આ રહ્યાં..!

બિરબલની ચતુરાઈ ને હાજરજવાબીની અનેક કથાઓ વાંચીને આપણે મોટા થયા. થોડા વયસ્ક થયા પછી આપણી સામે મિયાં નસીદીન અને શેખ ચિલ્લી (શેખચલ્લી નહીં! ) જેવાં ઐતિહાસિક પાત્રો આવ્યાં. આ બધા ખરેખર હયાત હતા કે માત્ર કોઈ લોકકથાનાં કાલ્પનિક પાત્રો હતાં એ વિશે અવારનવાર મત-મતાંતાર થતા રહે છે.

આમ છતાં, ઈતિહાસકારો કહે છે કે મોગલ મહારાજા શાહજહાંના મોટા શહજાદા દારા શેખોના શિક્ષક એવા શેખ ચિલ્લી સૂફી સંત અને કવિ હતા. અત્યંત બુદ્ધિશાળી શેખ ચિલ્લીની ચતુરાઈની અનેક કથા જાણીતી છે. એમની મઝાર (સમાધિ) કુ ક્ષેત્ર -હરિયાણામાં આજે મોજૂદ પણ છે

બીજી તરફ, મિયાં નસીદીન એના બુદ્ધિમત્તા-વાકચાતુર્ય અને મર્માળા વિનોદ માટે જાણીતા હતા. આ મિયાંની ખૂબી -ખાસિયત એ હતી કે એ ઘણી વાર અર્થસભર ગંભીર વાત પણ બહુ હળવી શૈલીમાં સામેવાળાને પહોંચાડી દેતા. આપણા હાસ્યલેખક વિનોદ ભટ્ટ અને આચાર્ય રજનીશ તો આ મિયાં નસીદીનના ખાસ ચાહક. મિયાંના કિસ્સા એ બન્ને લખાણમાં અને પ્રવચનોમાં અવારનવાર સંભળાવતા.

આ પણ વાંચો: કેવા હતા રૂપેરી પરદાના એ સદા યાદગાર `ત્રિદેવ’?

શેખ ચિલ્લીની જેમ જ મિયાં નસીદીનના અસ્તિત્વ અને હયાતી વિશે અનેક ગાથા છે. એમના જેવી જ ચતુર વિનોદી વ્યક્તિઓની વિભિન્ન વાર્તાઓ પણ અનેક દેશોમાં પ્રચલિત છે. જોકે, અમુક સંશોધન અનુસાર મિયાં નસીદીન 13મી સદીમાં થઈ ગયા. એ મૂળ તૂર્કીના હોરતુ ગામના હતા. આજે પણ તુર્કીમાં દર જુલાઈમાં એમના નામે ફેસ્ટિવલ પણ ઉજવાય છે.

બિરબલ – મિયાં નસીદીન- શેખ ચિલ્લી જેવું જ એક ઐતિહાસિક પાત્ર છે આજકાલ બહુ ચર્ચામાં છે અને એ છે તેનાલી રામા!

આ 16 ડિસેમ્બરથી તેનાલી રામાની રમૂજી કથાઓ દર્શાવતી એક ટીવી સિરિયલ શરૂ થઈ છે. સફાચટ મૂંડી- ચકચકિત ટકલા પર ફર ફર થતી લાંબી ચોટલીવાળો હસતો -રમતો -ઉછળતો તેનાલી રામા પહેલી નજરે વિદુષક લાગે, પણ બધાને -ખાસ કરીને બાળકોને બહુ વહાલો લાગતો આ તેનાલી ભલભલા પંડિતો – જ્ઞાનીઓને મહાત કરી દે એવો અત્યંત તીવ્ર બુદ્ધિશાળી છે. અઘરા પ્રશ્નોનો ચીલ ઝડપી ઉકેલ લાવી દેવાની એ આબાદ કુનેહ ધરાવે છે.

મહારાજા અકબરના જમાનાના ચતુર બિરબલના સમકક્ષ ગણાતા આ તેનાલી રામા ઈતિહાસનું એક કાલ્પનિક પાત્ર નથી. એના અસ્તિત્વના પ્રમાણ મોજૂદ છે.

આ પણ વાંચો: ક્લોઝ અપ : મિજાજી લાગતા પોલીસ પણ ધરાવે છે આગવી વિનોદવૃત્તિ!

15મી સદીમાં હાલના આન્ધ્ર પ્રદેશના તેનાલી ગામના બ્રાહ્મણ પરિવારમાં જન્મેલો રામકૃષ્ણ તેનાલી રામલિંગા કે તેનાલી રામા (કે રામ ) તરીકે પણ ઓળખાતો આ શખસ હકીકતમાં સામ્રાજ્યના રાજા શ્રીકૃષ્ણદેવરાયના વિશેષ સલાહકાર તરીકે દરબારમાં માનભર્યુ સ્થાન ધરાવતો હતો. દરબારના અષ્ટદિગ્જોમાંના એક એવો એ પ્રખર વિદ્વાન વિચારક હતો. પાંચ મહાન તેલુગુ કવિઓમાં આજે પણ એની ગણના થાય છે.એ પોતાની કુશાગ્ર બુદ્ધિ અને રમૂજ માટે જાણીતો હતો એટલે એ `વિકટ કવિ’ (વિદૂષક કવિ) તરીકે પણ ઓળખાતો હતો. શાણપણ સાથે રમૂજને મિશ્રિત કરવાની એની અનન્ય ક્ષમતાની અનેક કથાઓ તેલુગુ સાહિત્યમાં લોકપ્રિય છે.

તેનાલી રામકૃષ્ણનું સૌથી નોંધપાત્ર સાહિત્યિક યોગદાન `પાંડુરંગા માહાત્મ્યમ’ ગણાય છે, જે પાંચ મહાન તેલુગુ કાવ્યોમાંથી એક છે. આ કૃતિ વિષ્ણુના અવતાર પાંડુરંગાની દંતકથા વર્ણવે છે, જેમાં ભક્તિ અને મૃત્યુ પછીના જીવનની દાર્શનિક કથા છે.

રાજા શ્રીકૃષ્ણદેવરાયના શાહી પરિવાર સાથે બહુ જ નિકટનો સંબંધ ધરાવતા તેનાલી રામનું અવસાન રાજાના મૃત્યના એક વર્ષ પહેલાં થયું હતું. પત્ની શારદા અને પુત્ર ભાસ્કર અને પુત્રી અમૃતાના પિતા એવા તેનાલી રામા 1480માં જન્મેલા અને 1528માં એમનું મૃત્યુ માત્ર 47 વર્ષે સર્પદંશના કારણે થયું હતું .

આ પણ વાંચો: ઓળખી લો, આવા છે આ વિક્રમવીર ડોનલ્ડ  ‘ધ તોફાની’ ટ્રમ્પ….! 

આ બધી તો વાત થઈ એક લોકકથા-દંતકથા સમા તેનાલી રામકૃષ્ણ ઉર્ફે તેનાલી રામ ઉર્ફે રામાની. આ વ્યક્તિ કોઈ સર્જક કે લોકોની કલ્પનાએ ઉપજાવી કાઢેલું કોઈ પાત્ર નહોતું. એના પૂરતા દસ્તાવેજી પુરાવા છે. તેનાલી ગામમાં એની મૂર્તિ સુદ્ધાં છે.

હા, એના નામે અનેક કાલ્પિનક કિસ્સા-ઘટના જરૂર છે. એ જ રીતે ટીવીના પરદે આપણને તેનાલી રામ એક જ્ઞાની -વિદ્વાન પુષ તરીકે જોવાં નથી મળતો. એના બાહ્ય દેખાવ અમુક અંશે વિદૂષકનો છે, પણ એ પાત્રની તાસિર મુજબ ખડખડાટ હસતાં હસતાં ઊંડી સમજણની વાત સચોટ રીતે એ કહી પણ જાય છે.
એક ટીવી સિરિયલની કથા મુજબ સામ્રાજ્યના રાજા શ્રીકૃષ્ણદેવરાયાના દરબારમાં એક વાર તેનાલી રામ અને બિરબલ વચ્ચે દરબારમાં એ બન્નેમાંથી કોને સ્થાન મળે એવી સ્પર્ધા યોજાય છે. આમ અનેક વાર બિરબલ અને તેનાલી રામ વચ્ચે સરખામણી પણ થાય છે :

આ બન્નેમાંથી કોણ વધુ ચતુર?!

તેનાલી રામ (સમય ગાળો: 1480-1528) અને મૂળ નામ મહેશ દાસ ઉર્ફે બિરબલ
( સ મય ગાળો : 1528- 1586). આમ બન્નેનો સમય કાળ ભિન્ન હતો. અન્ય એક કથા મુજબ તેનાલીનો સમય કાળ બિરબલથી ઓછામાં ઓછો 50 વર્ષ આગળ હતો અને તેનાલીએ તો બિરબલનું નામ સુદ્ધાં નહીં સાંભળ્યું હોય. હા, બની શકે કે બિરબલે જરૂર તેનાલીની કથાઓ સાંભળી હશે. આમ છતાં ઈતિહાસકારો કહે છે કે બિરબલ કરતાં તેનાલી રામ વધુ વિદ્વાન – વધુ બુદ્ધિશાળી ને જબરો હાજરજવાબી હતો. રાજયના ઘણા આકરા પ્રશ્નો એણે બહુ ચતુરાઈ અને સિફતથી ઉકેલ્યા હતા. ઉપરાંત કેટલીક કિવદંતી મુજબ તેનાલીએ આકરી તપસ્યા કરીને મા કાળીને પ્રસન્ન કર્યાં હતાં. મા કાળીના આશીર્વાદ એને ફળતા હતા !

અકબર -બિરબલની કથાઓ રજૂ કરતી ત્રણથી વધુ ટીવી સિરિયલ આપણે ત્યાં ટેલિકાસ્ટ થઈ ચૂકી છે. એ જ રીતે, બિરબલ જેવો જ લોકપ્રિય તેનાલી રામાને લઈને દક્ષિણ ભારતની ભાષાઓમાં અનેક ફિલ્મો બની છે. જોકે, દૂરદર્શન' ના અપવાદ પછી એના પર હજુ સુધી એક જ હિન્દી સિરિયલ 2017માં ટેલિકાસ્ટ થઈ હતી ,જે ખાસી લોકપ્રિય બની અને 3 વર્ષ સુધી ચાલી. 805 એપિસોડની આ સિરિયલમાં તેનાલીનું મુખ્ય ને અગત્યનું પાત્ર ભજવ્યું હતું કૃષ્ણ ભારદ્વાજ નામના અદાકારે. મૂળ રાંચીના કૃષ્ણએજશુબહેન જયંતિલાલ કી જોઈન્ટ ફેમિલી’ – સુખ બાય ચાન્સ 'ધ્રુવ -તારા’ જેવી અન્ય ટીવી સિરિયલો ઉપરાંત દીપેશ શાહ દ્વારા દિગદર્શિત હીટ નીવડેલી ગુજરાતી ફિલ્મ `ચલ મન જીતવા જઈએ’માં લીડ રોલ પણ કર્યો છે.

આ પ્રથમ સિઝનમાં રાજા કૃષ્ણદેવરાય જેવું મહત્ત્વનું પાત્ર અદા કર્યું હતું. અનેક ટીવી શોઝ – ફિલ્મોના જાણીતા ગુજરાતી અદાકાર માનવ ગોહિલે..

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button