ન્યાયના દેવતા શનિ બદલશે પોતાની ચાલ, આ રાશિના જાતકો બનશે માલામાલ…
2024નું વર્ષ પૂરું થવાને ગણતરીના દિવસો બાકી છે. જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ 2024નું વર્ષ જેટલું મહત્ત્વનું રહ્યું હતું એટલું જ 2025નું વર્ષ પણ રહેશે. 2025માં પણ અનેક મહત્ત્વના ગ્રહો ગોચર કરીને દુર્લભ યોગ બનાવી રહ્યા છે, જેને કારણે અનેક રાશિઓને લાભ થશે. આ બધા ગ્રહો વચ્ચે ન્યાયના દેવતા કહેવાતા શનિ પણ ચાલ બદલશે અને તેને ખૂબ જ મહત્વનું માનવામાં આવ્યું છે.
આ પણ વાંચો : ગ્રહોના સેનાપતિ કરશે ગોચર, ત્રણ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન…
જ્યોતિષાતાર્યના જણાવ્યા અનુસાર શનિને એક ક્રુર ગ્રહ માનવામાં આવ્યા છે. પરંતુ 2025માં શનિ રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે, જેને કારણે કેટલીક રાશિના જાતકોનું ભાગ્ય ચમકી ઉઠશે. 2025માં શનિ 29મી માર્ચના ગોચર કરીને મીન રાશિમાં પ્રવેશ કરશે અને ત્રીજી જૂન, 2027 સુધી ત્યાં જ બિરાજમાન રહેશે. ચાલો જોઈએ કઈ છે ભાગ્યશાળી રાશિઓ કે જેમના માટે શનિનું આ ગોચર ખૂબ જ લાભદાયી સાબિત થવા જઈ રહ્યું છે.
મકર રાશિના જાતકોને શુક્રના ગોચરથી સાડાસત્તીમાંથી મુક્તિ મળશે. વિદેશ જવાનું સપનું સાકાર થશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ રાશિના જાતકો માટે આ સમય સારો રહેશે. નવા નવા મિત્રો બનશે, જેઓ ભવિષ્યમાં તમારો સાથ આપશે. મહેનતનું પૂરેપૂરું પરિણામ મળશે. કામના સ્થળે પણ મનચાહી સફળતા મળશે.
હાલમાં શનિ કુંભ રાશિમાં બિરાજમાન છે અને શનિના ગોચરથી કુંભ રાશિના જાતકોની સાડાસત્તીનો અંતિમ તબક્કો શરુ થઈ જશે. આ રાશિના જાતકોને બંપર લાભ થશે. કોઈ જગ્યાએ અટવાઈ પડેલાં પૈસા પણ પાછા મળી શકે છે. નોકરીમાં પ્રમોશનના યોગ બની રહ્યા છે. આવકના નવા નવા સ્રોત ઊભા થશે.
વૃષભ રાશિના જાતકો માટે શનિનું આ આ ગોચર ખૂબ જ લાભદાયી રહેશે. કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. દાંપત્યજીવન સારું રહેશે. વરિષ્ઠ અધિકારીઓ સાથે સારો મેલજોલ રહેશે. લાંબા સમયથી જો કોઈ સમસ્યા સતાવી રહી હશે તો એમાંથી પણ છુટકારો મળી રહ્યો છે. સફળતા અને સિદ્ધિના નવા નવા શિખરો સર કરશો.