સ્પોર્ટસ

ભારતીય ટીમના આ પૂર્વ બેટ્સમેન સામે અરેસ્ટ વોરંટ જાહેર, આ મામલે નોંધાયો કેસ

બેંગલુરુ: ભારતીય ક્રિકેટ ટીમનાના પૂર્વ બેટ્સમેન રોબિન ઉથપ્પા મુશ્કેલીમાં ફસાયા છે, તેમની સામે લાગેલા ગંભીર આરોપો બદલ ધરપકડ વોરંટ જાહેર કરવામાં (Arrest warrant against Robin Uthappa) આવ્યું છે. રોબિન પર એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ(EPF)માં રૂ. 23.36 લાખની છેતરપિંડી કરવાનો આરોપ છે. રોબિન ઉથપ્પા સેન્ચ્યુરીઝ લાઈફસ્ટાઈલ બ્રાન્ડ પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં શેરહોલ્ડર છે અને કંપનીનું મેનેજમેન્ટ તેમન હેઠળ છે.

પીએફના નાણાંમાં ઉચાપત:
પ્રાદેશિક PF કમિશનર શદક્ષરી ગોપાલ રેડ્ડીએ ઉથપ્પા વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર કર્યું છે. કંપનીના કર્મચારીઓનો આરોપ છે કે કંપની દ્વારા દર મહિને પીએફના પૈસા કાપવામાં આવે છે, પરંતુ તે તેમના પીએફ ખાતામાં જમા કરવામાં આવ્યા નથી, આ રકમ 23 લાખ રૂપિયા જેટલી થાય છે. આવી સ્થિતિમાં હવે ઉથપ્પા વિરુદ્ધ છેતરપિંડીનો કેસ નોંધવામાં આવ્યો છે.

રોબિન વિદેશમાં સ્થાયી:
અધિકારીઓએ જણાવ્યું કે “4 ડિસેમ્બરના રોજ જ વોરંટનો અમલ કરવામાં આવ્યો હતો પરંતુ ઉથપ્પા પુલકેશનગરના આવાસ પર હાજર ન હતાં.” એક અહેવાલ મુજબ રોબિન અને તેનો પરિવાર દુબઈમાં રહે છે.

વોરંટમાં જણાવવામાં પોલીસને રોબિન ઉથપ્પાની ધરપકડ કરવા અને 27 ડિસેમ્બર સુધીમાં વોરંટ પરત કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. હાલમાં આ મામલે રોબિન ઉથપ્પા તરફથી કોઈ નિવેદન આવ્યું નથી.

રોબિન ઉથપ્પામી કારકિર્દી:
રોબિન ઉથપ્પાએ ભારતીય ક્રિકેટ ટીમ તરફથી 59 ઇન્ટરનેશનલ મેચ રમી છે. રોબીને 46 ODI અને 13 T20I મેચ રમી છે. ઉથપ્પા 2007 T20 વર્લ્ડ કપ વિજેતા ટીમનો સભ્ય હતો. ઈન્ડિયન પ્રીમિયર લીગમાં પણ રોબિન અગ્રણી ખેલાડી રહ્યો છે. તેની ક્રિકેટ કારકિર્દીમાં, તેણે 54 ODI ઇનિંગ્સમાં 1,183 રન બનાવ્યા, જેમાં તેણે સાત અડધી સદી ફટકારી હતી. તેણે 2022માં ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button