નેશનલ

મણીપુરવાળા જોતા રહી ગયા અને મોદીજી કુવૈત જતા રહ્યા, કોંગ્રેસના પ્રહાર

નવી દિલ્હીઃ કોંગ્રેસે શનિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા કહ્યું હતું કે હિંસાગ્રસ્ત મણિપુરના લોકો તેમની રાહ જોતા જ રહી ગયા અને વડા પ્રધાન મોદી કુવૈતના વિદેશ પ્રવાસે ઉપડી ગયા.

PM મોદી સંરક્ષણ અને વેપાર સહિત ઘણા ક્ષેત્રોમાં સંબંધોને મજબૂત કરવા માટે શનિવારે બે દિવસની મુલાકાતે કુવૈત જવા રવાના થયા હતા. 43 વર્ષ બાદ ભારતીય વડાપ્રધાનની કુવૈતની આ પ્રથમ મુલાકાત છે.

આ પણ વાંચો: વડા પ્રધાનની કુવૈત મુલાકાત ઊર્જા સહિતના ક્ષેત્રો માટે મહત્વની

કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, ‘મણિપુરના લોકો રાહ જ જોતા રહી ગયા છે, આ તેમનું ભાગ્ય છે કારણ કે મોદી મણિપુરની મુલાકાત માટે કોઈ તારીખ નક્કી કરવાનો ઈન્કાર કરી રહ્યા છે. અવારનવાર વિદેશની મુલાકાત લેતા વડાપ્રધાન મોદી કુવૈત જવા રવાના થયા છે.

નોંધનીય છે કે કોંગ્રેસે પીએમ મોદીને અનેક વખત મણિપુર જવા માટે કહ્યું છે. પાર્ટીનું કહેવું છે કે આનાથી સંઘર્ષગ્રસ્ત રાજ્યમાં શાંતિ અને સામાન્યતા પુનઃસ્થાપિત કરવામાં મદદ મળશે.

ગયા વર્ષે 3 મેના રોજ, મણિપુરમાં બહુમતી મેઇતી સમુદાયની અનુસૂચિત જનજાતિના દરજ્જાની માંગના વિરોધમાં રાજ્યના પહાડી જિલ્લાઓમાં આદિવાસીઓની એકતા કૂચને પગલે હિંસા ફાટી નીકળી હતી. ત્યારથી, મેઇતી અને કુકી સમુદાયના 220 થી વધુ લોકો અને સુરક્ષા કર્મચારીઓએ હિંસામાં પોતાનો જીવ ગુમાવ્યો છે.

આ પણ વાંચો: શુભ સમાચારઃ આ વસ્તુઓ પરથી GST થશે ખતમ, સામાન્ય જનતા પરથી ઘટશે મોંઘવારીનો બોજ!

કુવૈતની વાત કરીએ તો પીએમ મોદી પહેલા ભારતના તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ 1981માં આ ખાડી દેશની મુલાકાત લીધી હતી. મુલાકાત માટે રવાના થતા પહેલા એક નિવેદનમાં મોદીએ કહ્યું હતું કે કુવૈતના ટોચના નેતૃત્વ સાથેની તેમની વાતચીત ભારત અને કુવૈત વચ્ચેની ભાવિ ભાગીદારીને મજબૂત કરવાની તક પૂરી પાડશે. “અમે કુવૈત સાથેના અમારા ઐતિહાસિક સંબંધોને ખૂબ મહત્વ આપીએ છીએ, જે પેઢીઓ સુધી ચાલે છે,” એમ પીએમ મોદીએ કહ્યું હતું અને ઉમેર્યું હતું કે અમે માત્ર વેપાર અને ઉર્જા ક્ષેત્રે જ મજબૂત ભાગીદારો નથી, પરંતુ પશ્ચિમ એશિયામાં શાંતિ, સુરક્ષા અને સ્થિરતામાં પણ અમારું સમાન હિત છે.

પીએમ મોદીએ કુવૈતના અમીર શેખ મેશાલ અલ-અહમદ અલ-જાબેર અલ-સબાહના આમંત્રણ પર કુવૈતની મુલાકાત લીધી છે. મોદીએ કહ્યું હતું કે તેઓ કુવૈતના અમીર, ક્રાઉન પ્રિન્સ અને વડા પ્રધાન સાથેની તેમની મીટિંગની રાહ જોઈ રહ્યા છે. તેમણે કહ્યું હતું કે, ‘હું કુવૈતમાં બિનનિવાસી ભારતીયોને મળવા માટે પણ ઉત્સુક છું, જેમણે બંને દેશો વચ્ચે મિત્રતાના બંધનને મજબૂત કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button