પીએમ મોદીને સાંભર્યું કચ્છ, રણોત્સવનો વીડિયો શેર કરીને કહી આ વાત
ભુજઃ કચ્છના રણોત્સવની મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે થોડા દિવસો પહેલા જ શરૂઆત કરાવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સોશિયલ મીડિયા એક્સ પર વીડિયો શેર કરીને દરેકને અદભૂત સફેદ રણમાં ફરવા, કચ્છની અદભૂત સંસ્કૃતિ અને હાલના રણ ઉત્સવ દરમિયાન ઉષ્માભર્યું આતિથ્ય જોવા માટે વિનંતી કરી હતી.
પીએમ મોદીએ શું કરી પોસ્ટ
એક્સ પર એક પોસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએલખ્યું: કચ્છ તમારા બધાની રાહ જુએ છે!
આવો, ચાલી રહેલા રણ ઉત્સવ દરમિયાન પ્રાચીન સફેદ રણ, કચ્છની અદભૂત સંસ્કૃતિ અને ઉષ્માભર્યા આતિથ્યને પ્રાપ્ત કરો. માર્ચ 2025 સુધી ચાલનાર આ ઉત્સવ તમારા અને તમારા પરિવાર માટે એક અવિસ્મરણીય અનુભવ બનવાનું વચન આપે છે.
આ પણ વાંચો…પાટણ બાદ હિંમતનગરમાં બાળ તસ્કરીનો મામલોઃ પરિવારે કોર્ટમાં કરવી પડી અપીલ
રણોત્સવને માણવા દેશ-વિદેશથી આવતા પ્રવાસીઓ પૂનમની રાતનો આનંદ માણી શકે છે. તેઓ કચ્છની પરંપરાગત કળા, સંસ્કૃતિ અને હસ્તકલાનો પણ અનુભવ કરી શકે છે. રણોત્સવ દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે. અહીં હસ્તકલાનું બજાર અને ખાદ્યપદાર્થોની દુકાનો પણ છે. આ તહેવારમાં તમે કચ્છના લોકનૃત્ય, સંગીત અને રંગમંચનો અનુભવ કરી શકો છો. ઉપરાંત, તમે અહીં લાકડાના રમકડાં જેવી સ્થાનિક હસ્તકલા ખરીદી શકો છો. અહીંના કારીગરો તેમના બ્લોક પ્રિન્ટિંગ, માટીકામ, લાકડાની કોતરણી અને ધાતુની કળા માટે જાણીતા છે. ઉપરાંત તમે ઊંટની સવારીનો આનંદ પણ લઈ શકો છો.