વડા પ્રધાનની કુવૈત મુલાકાત ઊર્જા સહિતના ક્ષેત્રો માટે મહત્વની
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિદેશ નીતિમાં પાવરધા માનવામાં આવે છે અને તેઓ સતત અન્ય દેશો સાથે ભારતના સંબંધો મજબૂત થાય અને વેપાર-ધંધા વિકસે તે માટેના પ્રયત્નો કરતા હોય છે. આવી જ એ મુલાકાત પર તેઓ આજથી બે દિવસ માટે છે. તેલના કૂવા માટે જાણીતા મુસ્લિમ દેશ કુવૈતની બે દિવસીય મુલાકાત માટે મોદી ગયા છે.
કુવેતની મુલાકાત સારા સંબંધો સાથે વેપાર ધંધો વિકસાવવા માટે ઘણી જરૂરી છે. અહીં ખાસ ઉલ્લેખનીય છે કે કુવૈતમાં લગભગ 10 લાખ કરતા પણ વધારે ભારતીયો વસે છે, જેમાં ગુજરાતીઓ પણ છે. ભારતના કુવૈત સાથે સારા સંબંધો આ ભારતીયો માટે પણ જરૂરી છે.
આ પણ વાંચો…જર્મનીના મેગ્ડેબર્ગમાં Christmas Market માં કારથી હુમલો, બેના મોત 68 ઘાયલ
મોદીએ મુલાકાત માટે નીકળતા પહેલા જણાવ્યું હતું કે હું કુવૈતના અમીર, ક્રાઉન પ્રિન્સ અને વડાપ્રધાનને મળવા આતુર છું. આજે સાંજે હું ભારતીય સમુદાય સાથે વાતચીત કરીશ અને અરેબિયન ગલ્ફ કપના ઉદઘાટન સમારોહમાં પણ ભાગ લઈશ.
મોદીની આ મુલાકાત ઊર્જા ક્ષેત્રે મહત્વની માનવામાં આવે છે. ઊર્જા માટે આપણે કુવૈતના ઉત્પાદનો પર ઘણોખરો આધાર રાખીએ છીએ. આ સાથે અન્ય ઘણા વેપારધંધાઓ ગલ્ફના દેશો સાથે આપણે કરીએ છીએ અને તે માટે બન્ને દેશો એકબીજા સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર કરે તે જરૂરી છે.