આદિત્ય ઠાકરે ફરી મળ્યો ફડણવીસનેઃ ચર્ચાઓ જોરમાં
મુંબઈઃ મુખય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને મળવા નેતાઓ આવે તે કંઈ નવી વાત નથી, પરંતુ એક નેતાએ તેમની થોડા જ દિવસોમાં બે વાર લીધેલી મુલાકાતે ચર્ચા જગાવી છે.
શિવસેનાના નેતા સાંસદ સંજય રાઉતના ઘરે બે લોકોએ રેકી કરી હતી. આદિત્ય ઠાકરે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને મળ્યા હતા અને માગણી કરી હતી કે આ બંનેની વહેલી તકે ધરપકડ કરવામાં આવે અને સંજય રાઉતની ઘરની અંદર અને બહાર સુરક્ષા વધારવામાં આવે.
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેઓ બીજી વખત ફડણવીસને કેમ મળ્યા તો તેમણે આ માહિતી આપી. સંજય રાઉતના ઘરની રેકી કરવા માટે બે યુવકો મોટરસાઇકલ પર આવ્યા હતા. પોલીસે તાત્કાલિક તપાસ કરીને તેઓ શેના માટે આવ્યા હતા, તેમનો હેતુ શું હતો અને તેમની ધરપકડ કરવી જોઈએ.
Also read: Assembly Election Affidavit: આદિત્ય ઠાકરેની સંપત્તિ છે કેટલી જાણો?
છેલ્લા કેટલાક દિવસોથી કાયદો અને વ્યવસ્થા કથળી છે. વિવિધ ઘટનાઓ ઘટી રહી છે. દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી હોવાથી આગામી પાંચ વર્ષમાં ઘણી મુલાકાતો થશે તેવી અપેક્ષા છે. શાસક પક્ષ અને વિપક્ષે સાથે મળી ઘટનાઓ પર પગલાં લેવા જોઈએ. આદિત્ય ઠાકરેએ કહ્યું કે જો બંને પક્ષો સાથે મળીને કામ કરશે તો સંસ્કારી મહારાષ્ટ્રનું નિર્માણ થશે.
આદિત્યની આ મુલાકાત અને સાથે મળીને કામ કરવાની ભાષા મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી કોઈ મોટો ફેરબદલ લાવવાના સંકેતો છે કે શું તે મામલે ચર્ચા થઈ રહી છે.