ટોપ ન્યૂઝનેશનલવેપાર

શુભ સમાચારઃ આ વસ્તુઓ પરથી GST થશે ખતમ, સામાન્ય જનતા પરથી ઘટશે મોંઘવારીનો બોજ!

નવી દિલ્હીઃ GST કાઉન્સિલની એક મોટી બેઠક શનિવારે 21 ડિસેમ્બર 2024ના રોજ યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં રોજબરોજની વસ્તુઓની સાથે કેટલીક વસ્તુઓ પરના જીએસટી દરમાં ઘટાડો કરવામાં આવી શકે છે. આ બેઠકમાં મોટા નિર્ણયો લેવામાં આવે તેવી શક્યતા છે.આ બેઠક રાજસ્થાનના જેસલમેરમાં યોજાવા જઈ રહી છે.

આ બેઠક નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં કેટલીક વસ્તુઓ મોંઘી થઈ શકે છે. મોંઘી ઘડિયાળો, પગરખાં અને કપડાં પર જીએસટી દરમાં વધારો થવાની સંભાવના છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સિગારેટ તમાકુ પર 35 ટકા GST લગાવવાનો નિર્ણય લેવામાં આવી શકે છે. એમ પણ માનવામાં આવે છે કે જીવન વીમા અને સ્વાસ્થ્ય વીમા પર જીએસટી ઘટાડવાનો નિર્ણય લેવામાં આવી શકે છે. આ બેઠકમાં 148 વસ્તુઓ પર GST દરમાં ફેરફાર થઈ શકે છે.

Also read:જીએસટીની આવકમાં જંગી વધારો

બેઠકમાં એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF)ને GSTના દાયરામાં લાવવા પર ચર્ચા થઈ છે. તે જ સમયે, ટર્મ ઈન્સ્યોરન્સ સ્કીમ પર 18 ટકા જીએસટીને સંપૂર્ણ નાબૂદ કરવા પર સર્વસંમતિ સાધવામાં આવી શકે છે. જ્યારે વરિષ્ઠ નાગરિકો અને અન્ય લોકો કે જેઓ 5 લાખ રૂપિયા સુધીનો સ્વાસ્થ્ય વીમો ખરીદે છે, તેમના પર GST નાબૂદ થઈ શકે છે. GST કાઉન્સિલ કેટલાક ઉત્પાદનો અને સેવાઓ પર છૂટ આપી શકે છે. કેટલીક વસ્તુઓ પર જીએસટી દર 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવી શકે છે.હવે આપણે જાણીએ કે ક‌ઈ વસ્તુઓ પર જીએસટી ઘટી શકે છે.સ્વિગી ઝોમેટો જેવી ફૂડ ડિલિવરી કંપનીઓ પર GST દરમાં ફેરફાર થશે. તેને 18 ટકાથી ઘટાડીને પાંચ ટકા કરવામાં આવી શકે છે.

ઇલેક્ટ્રિક વાહનોની સાથે નાના પેટ્રોલ ડીઝલ વાહનોના વેચાણ પર જીએસટી 12 ટકાથી વધારીને 18 ટકા કરવામાં આવી શકે છે.20 લીટર પેકેજ પીવાના પાણી પર જીએસટી દર 18 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવી શકે છે.10,000 રૂપિયાથી ઓછી કિંમતની સાયકલ પર ટેક્સ 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરવાનો પ્રસ્તાવ છે.એક્સરસાઇઝ નોટબુક પરના જીએસટી દરને 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરવાનો પણ પ્રસ્તાવ છે.લક્ઝરી શૂઝ એટલે કે 15,000 રૂપિયાથી વધુની કિંમતના મોંઘા શૂઝ પરનો GST દર 18 ટકાથી વધારીને 28 ટકા કરવામાં આવી શકે છે. લક્ઝરી ઘડિયાળો એટલે કે રૂ. 25,000થી વધુ કિંમતની ઘડિયાળો પર જીએસટી દર 18 ટકાથી વધારીને 28 ટકા કરવાનો પ્રસ્તાવ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button