ગુજરાત સરકાર દ્વારા સ્ટેટ એલાઇડ એન્ડ હેલ્થકેર કાઉન્સિલની રચના કરવામાં આવી, ૧૫ સભ્યોની નિમણૂક…
ગાંધીનગરઃ રાજ્યના પ્રત્યેક નાગરિકને ગુણવત્તાસભર સારવાર મળી રહે અને મેડિકલ શિક્ષણને વેગ મળે તે દિશામાં સતત પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. જેના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા સ્ટેટ એલાઇડ એન્ડ હેલ્થકેર કાઉન્સીલના ૧૫ સભ્યોની નિમણૂક કરાઇ છે.
આ પણ વાંચો : ગુજરાત માટે ગૌરવ: સુરતનું ઇચ્છાપોર પોલીસ સ્ટેશન બન્યું દેશનું શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન…
રાજ્ય સરકારે આ કાઉન્સિલમાં 15 સભ્યોની નિમણૂંક કરીને રાજ્યમાં મેડિકલ શિક્ષણના ઘોરણો અને ગુણવત્તા વિગેરેનો નિયમન કરવાના પ્રયાસો હાથ ધરાયા છે. જે માટે આ કાઉન્સીલ હેઠળ 4 જેટલા બોર્ડ પણ બનાવવામાં આવશે.
અન્ડર અને પોસ્ટ ગ્રેજ્યુએટ એલાઇડ એન્ડ હેલ્થકેર એજ્યુકેશન બોર્ડ, સ્નાતક, અનુસ્નાતક અને સુપર સ્પેશિયાલિટી કક્ષાએ એલાઇડ એન્ડ હેલ્થકેર એજ્યુકેશનના ધોરણો નક્કી કરશે. ફેકલ્ટી ડેવલપમેંટની સમીક્ષા, માન્ય શૈક્ષણિક લાયકાતના અભ્યાસક્રમો અને એલાઈડ હેલ્થકેર વ્યવસાયિકોની મંજૂરી આપશે.
એલાઇડ એન્ડ હેલ્થકેર પ્રોફેશન્સ એસેસમેન્ટ એન્ડ રેટિંગ બોર્ડ દ્વારા લઘુત્તમ આવશ્યક ધોરણો જળવાય તે સુનિશ્ચિત કરવા માટે સંસ્થાઓના નિરીક્ષણની વ્યવસ્થા કરીને નવી એલાઇડ એન્ડ હેલ્થકેર સંસ્થાઓ માટે મહેકમ અને બેઠક ક્ષમતાને મંજૂરી આપીને, નિરીક્ષકોની પેનલ બનાવીને, દંડની ચેતવણી લાગુ કરીને, સંસ્થાની માન્યતા પાછી ખેંચવા માટે ભલામણ કરીને અને સ્ટેટ કાઉન્સિલ દ્વારા સોંપાયેલ અન્ય કોઈ કામગીરી કરી ને એલાઇડ એન્ડ હેલ્થકેર સંસ્થાઓના મૂલ્યાંકન અને રેટીંગ નિર્ધારિત કરશે.
રાજ્યમાં હાલ એલાઇડ હેલ્થ સાયન્સ અભ્યાસક્રમો જેવા કે ફિઝીયોથેરાપીની ૪૮૧૦ બેઠકો, ઓપ્ટ્રોમેટ્રી ૩૧૦ બેઠકો,ઓકયુપેશનલથેરાપીની ૧૦, પ્રોસ્ટેથીકની ૧૦ બેઠકો ઉ૫લબ્ધ છે. તેમજ રાજયમાં અન્ય વિવિધ સ્નાતક અને અનુસ્નાતક પેરામેડીકલ અભ્યાસક્રમો કાર્યરત છે. જે પૈકી ફીઝીયોથેરાપી અભ્યાસક્રમના નિયમન અર્થે ફીઝીયોથેરાપી કાઉન્સીલની રચના કરવામાં આવેલ છે. જયારે અન્ય પેરામેડીકલ અભ્યાસક્રમોના નિયમન જે તે યુનિર્વસીટી ધ્વારા કરવામાં આવે છે.
આ પણ વાંચો : વિકાસની આડે આવતા ભ્રષ્ટાચારના દૂષણને નાથવાનો ભૂપેન્દ્ર પટેલનો નિર્ધાર…
ભારત સરકાર દ્વારા તા.૨૮/૦૩/૨૦૨૧ના રોજ જાહેરનામું બહાર પાડી “ધ નેશનલ કમિશન ફોર એલાઇડ એન્ડ હેલ્થકેર પ્રોફેશનલ”ની રચના કરવામાં આવી છે. જે ભારત ભરમાં તમામ એલાઇડ હેલ્થ કેર કોર્ષના અભ્યાસક્રમોનું નિયમન કરનારી એપેક્ષ સંસ્થા છે. ભારતમાં અત્યાર સુધીમાં ૧૪ રાજયો ધ્વારા સ્ટેટ એલાઇડ એન્ડ હેલ્થ કેર કાઉન્સીલની રચના કરેલ છે. રાજય સરકાર દ્વારા શુક્રવારે નોટીફીકેશનથી રાજયમાં સ્ટેટ એલાઇડ એન્ડ હેલ્થકેર કાઉન્સીલના ૧૫ સભ્યોની નિમણૂક કરાઇ છે.