Video: અમદાવાદમાં હથિયારો સાથે દાદાગીરી કરનારાના હવે પોલીસે કાઢ્યાં વરઘોડા
Ahmedabd News: ગુજરાતમાં પોલીસે ગુનેગારોને પકડીને બરાબર સરભરા કરી જાહેરમાં વરઘોડો કાઢીને તેમની સાન ઠેકાણે લાવવાનું કામ શરૂ કર્યું હતું. શહેરમાં અસામાજિક તત્વોને જાણે કાયદાનો કોઈ ડર જ ના હોય તેમ ખુલ્લી તલવારો સાથે જાહેરમાં આતંક મચાવી પોલીસ કર્મીઓને હથિયારો બતાવી ગાડીમાં બેસાડી દીધા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં જબરદસ્ત વાઇરલ થયો હતો.
આરોપીઓએ જાહેરમાં પોલીસને પણ ધાકધમકી આપી હતી. પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધીને તેમને ઝડપી લીધા હતાં. ત્યાર બાદ આરોપી સમીર શેખ, અલ્તાફ શેખ, ફઝલ શેખ, મહેફૂઝ મિયાનો વરઘોડો કાઢીને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું હતું. આરોપીઓને દોરડાથી બાંધીને ઘટના સ્થળે લઈ જઈને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. લોકોને પોતાનો ખૌફ દેખાડતા આરોપીઓએ સ્થાનિકોની હાથ જોડીને માફી પણ માગી હતી.
પોલીસે શું કહ્યું
આ ડીજીપી વિકાસ સહાયે જણાવ્યું હતું કે, આ પ્રકારના બનાવ દુઃખદ છે, આ પ્રકારનાની ઘટના ગુજરાત જેવા રાજ્યો માટે બને એ કમનસીબ છે. ગુજરાત પોલીસ વડા તરીકે અમે આશ્વાસન આપીએ છીએ કે આવું ફરી ન થાય…આ બનાવથી આખા ગુજરાતની કે અમદાવાદ પોલીસ ઉપર સવાલ ન ઉઠવો જોઈએ. સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર જી.એસ. મલિકે જણાવ્યું હતું કે, ‘જવાબદાર વિરુદ્ધ કડકમાં કડક પગલા ભરવામાં આવશે તથા આ મામલાની તપાસ ડીસીપી ક્રાઈમને સોંપવામાં આવી છે, તથા જવાબદાર પોલીસકર્મી વિરુદ્ધની ઇન્ક્વાયરી કરવા સુધીના આદેશ આપ્યા છે.
આપણ વાંચો:અમદાવાદ ફ્લાવર શૉ જોવા ખિસ્સા ખાલી કરવા પડશે, જાણો ટિકિટનો ભાવ
ડીસીપી ક્રાઈમ અજીત રાયજને જણાવ્યું હતું કે, આરોપીના ગુનાઈત ઈતિહાસને જોતા ગુજસીટોક સુધીની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવાની તૈયારી છે. બાપુનગર પોલીસ સ્ટેશનના પી.આઈ અને રખિયાલ પોલીસ સ્ટેશનના પી.આઈ વિરુદ્ધ પણ ઇન્ક્વાયરી શરુ કરવામાં આવી છે. તપાસ અંતે જે કોઈપણ જવાબદાર ઠેરવાશે તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.