CAT Result 2024: 14 ટોપરમાં એકેય ગુજરાતી નહિ, 99.99 ટકા મેળવનાર 2 વિદ્યાર્થી
નવી દિલ્હી: ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM)માં પ્રવેશ માટે લેવામાં આવતી કોમન એડમિશન ટેસ્ટ (CAT)નું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું આવ્યું છે, જેમાં કુલ 14 ઉમેદવારે 100 ટકા મેળવીને ટોપર રહ્યા છે. જોકે, તેમાંથી 13 વિદ્યાર્થી એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડ ધરાવે છે, જ્યારે એક નોન-એન્જિનિયરિંગ છે.
ટોપરમાં પાંચ મહારાષ્ટ્રના
IIM કેટ કંડક્ટ એજન્સી દ્વારા જાહેર કરાયેલા પરિણામમાં 100 પર્સેન્ટાઈલ મેળવનારા ટોપ 14 વિદ્યાર્થીઓમાં સૌથી વધુ પાંચ વિદ્યાર્થી મહારાષ્ટ્રથી છે. જ્યારે તેમ એક પણ ગુજરાતનો વિદ્યાર્થી નથી. જ્યારે 29 વિદ્યાર્થીએ 99.99 ટકા મેળવ્યા છે, જેમાંથી 2 વિદ્યાર્થી ગુજરાતના છે. જ્યારે પાંચ મહારાષ્ટ્રના અને ત્યાર બાદ 4 દિલ્હીના વિદ્યાર્થી છે. આ ઉપરાંત 99.98 ટકા મેળવનારા 30 ટોપ વિદ્યાર્થીઓમાં ગુજરાતના 2 વિદ્યાર્થીનો સમાવેશ થાય છે.
CATનું પરિણામ કેટેગરી પ્રમાણે
પરિણામો અનુસાર નોંધાયેલા ઉમેદવારોમાંથી 67.53 ટકા જનરલ કેટેગરીના, 4.80 ટકા EWS, 16.91 ટકા નોન ક્રિમીલેયર OBC, 8.51 ટકા અનુસૂચિત જાતિ, 2.25 ટકા અનુસૂચિત જનજાતિ અને 0.44% PWDમાંથી હતા. પરીક્ષામાં હાજર રહેલા 2.93 લાખ ઉમેદવારોમાંથી 67.20 ટકા સામાન્ય કેટેગરીના હતા. ટોપ સ્કોર કરનારાઓમાં માત્ર 1 વિદ્યાર્થીની અને 13 વિદ્યાથીઓ છે.
આ પણ વાંચો : Board Exam 2024: ગુજરાત બોર્ડે જાહેર કર્યું ધોરણ 10 અને 12ની પરીક્ષાનું ટાઈમટેબલ
2.93 લાખ વિદ્યાર્થીએ આપી પરીક્ષા
સીએટી પરીક્ષા 2024 માટે કુલ 3.29 લાખ ઉમેદવારોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાંથી માત્ર 2.93 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. નોંધનીય છે કે CAT પરીક્ષા દ્વારા દેશના કુલ 20 આઈઆઈએમમાં પ્રવેશ મળે છે. જેમાં IIM અમદાવાદ, IIM લખનઊ, IIM ઉદયપુર, IIM ઇન્દોર, IIM નાગપુર, IIM બેંગ્લોર વગેરે જેવી સંસ્થાઓનો સમાવેશ થાય છે.