Petrol Pump પર ભૂલથી પણ ના કરતાં આ છ ભૂલો નહીંતર…
રાજસ્થાનના જયપુરમાં પેટ્રોલપંપની બાજુમાં ઉભેલું એક સીએનજી ટેંકર ફાટતાં ભીષણ આગ લાગી હતી અને આ ગમખ્વાન ઘટનામાં અનેક લોકો જીવતા જ ભૂંજાઈ ગયા હતા. એટલું જ નહીં અનેક વખત પેટ્રોલ પંપ પર ઈંધણ ભરાવતી વખતે પણ દુર્ઘટના થઈ હોવાની ઘટનાઓ સામે આવતી રહે છે. અનેક લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટને બદલે પ્રાઈવેટ વેહિકલમાં પ્રવાસ કરવાનું પસંદ કરે છે. આવી પરિસ્થિતિમાં પેટ્રોલ ભરાવવા માટે પેટ્રોલ પંપ પર ઊભા રહેવું પડે છે. પેટ્રોલ પંપ પર મોટા પ્રમાણમાં પેટ્રોલ અને ડીઝલનું સ્ટોરેજ હોય છે, એટલે આ જગ્યા ખૂબ જ સંવેદનશીલ હોય છે. જેને કારણે પેટ્રોલ કે ડીઝલ પૂરાવતી વખતે કેટલીક સેફ્ટી રૂલ્સનું પાલન કરવું અનિવાર્ય બની જાય છે. ચાલો જોઈએ કયા છે આ સેફ્ટી રૂલ્સ…
એન્જિન બંધ રાખોઃ
સૌથી મહત્ત્વની વાત એટલે પેટ્રોલ કે ડીઝલ ભરાવતી વખતે પોતાના વાહનનું એન્જિન બંધ રાખો. જો કારનું એન્જિન ચાલુ હોય તે કંપોનેંટ્સમાં કંબક્શનને કારણએ આગની ચિનગારી બળકી રહે છે. આવી પરિસ્થિમાં આગ લાગીને કોઈ મોટી હોનારત ના થાય એ માટે એન્જિંન બંધ રાખવું જોઈએ.
જ્વલનશીલ પર્દાથ ના રાખોઃ
પેટ્રોલ પંપ પર જ્વલનશીલ વસ્તુએ જેવી કે લાઈટર, માચીસ વગેરે લઈ જવાનું ટાળો અને જો ભૂલથી પણ લઈ જાવ તો તેનો ઉપયોગ કરવાનું ટાળો, કારણ કે આ વસ્તુઓનો ઉપયોગ કરવો જોખમી સાબિત થઈ શકે છે.
વાહન પર ના બેસોઃ
જ્યારે પણ તમે તમારા વેહિકલમાં ફ્યુઅલ રિફીલ કરાવી રહ્યા હોવ તો વાહનને બંધ કરીને તેમાંથી બહાર આવી જાવ. સુરક્ષાની દ્રષ્ટિએ પણ આવું કરવું યોગ્ય માનવામાં આવે છે.
આ પણ વાંચો : એક લિટર પેટ્રોલ વેચીને કેટલા રૂપિયાની કમાણી કરે છે પેટ્રોલપંપના માલિક?
બોટલમાં પેટ્રોલ-ડીઝલ લેવાનું ટાળોઃ
ક્યારેય પેટ્રોલ કે ડીઝલને પ્લાસ્ટિક કે કાચની બોટલમાં ના લઈ જવું જોઈએ. આવું કરવું ખૂબ જ જોખમી માનવામાં આવ્યું છે, એટલે આ ભૂલ કરવાનું પણ ટાળો.
નો સ્મોકિંગઃ
પેટ્રોલ પંપ પર સિગારેટ, બીડી વગેરેનું સેવન કરવાથી તો ખાસ બચવું જોઈએ. આરોગ્યની દ્રષ્ટિએ તો આ અયોગ્ય છે જ પણ એની સાથે સાથે જ સુરક્ષાની દ્રષ્ટિએ પણ તે જોખમી છે. તમારી એક નાનકજી ભૂલ ત્યાં હાજર અન્ય લોકો માટે સંકટનું કારણ બની શકે છે.
મોબાઈલ પર વાત
આપણામાંથી ઘણા લોકોને એવી આદત હોય છે કે વાત કરતાં કરતાં જ તે પેટ્રોલ પંપ પર પહોંચી જાય છે. પરંતુ હકીકતમાં તો પેટ્રોલ પંપ પર ક્યારેય મોબાઈલ પર વાત ના કરવી જોઈએ. ફોન પર વાત કરતી વખતે તેમાંથી એક રેડિયો વેવ બહાર નીકળે છે અને પેટ્રોલ-ડીઝલ જેવા જ્વલનશીલ પદાર્થોના સંપર્કમાં આવતા આગ લાગવાનું જોખમ પણ રહેલું છે.