આમચી મુંબઈમહારાષ્ટ્ર

મુંબઈ સેન્ટ્રલ બસ સ્ટેન્ડની કાયાપલટ થશેઃ 1.64 કરોડના ખર્ચે ક્રોક્રીટીકરણ કરાશે…

મુંબઈઃ મુંબઈ સેન્ટ્રલ બસ સ્ટેન્ડ પર ખાડાવાળા રસ્તાઓને કારણે પ્રવાસીઓને ખૂબ અગવડ પડી રહી છે. જોકે, પ્રવાસીઓને પડતી મુશ્કેલીઓ ટાળવા માટે મુંબઈ સેન્ટ્રલ બસ સ્ટેન્ડ પર કોંક્રિટીકરણનું કામ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.

આ પણ વાંચો : બોલો, કલ્યાણમાં નજીવા કારણોસર સસરાએ જમાઈ પર કર્યો એસિડ એટેક

મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (MIDC)ના સહયોગથી સમગ્ર મહારાષ્ટ્રમાં ૧૮૩ એસટી ડેપોનું કોંક્રીટાઇઝેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. આ સમગ્ર પ્રોજેક્ટ પર એમઆઈડીસી દ્વારા આશરે ₹ ૬૦૦ કરોડનો ખર્ચ કરવામાં આવશે. ઘણા બસ સ્ટેન્ડ પર હાલમાં કામ ચાલુ છે અને અંદાજે ૧,૯૦૦ ચોરસ મીટરમાં ફેલાયેલા મુંબઈ સેન્ટ્રલ ખાતેના બસ સ્ટેન્ડનું કોંક્રીટીંકરણ ૨૩ ડિસેમ્બરથી કરવામાં આવશે. જેનો અંદાજિત ખર્ચ રુપિયા ૧.૬૪ કરોડ છે.

એમએસઆરટીસીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ કાર્ય પૂર્ણ થયા પછી, બસ સ્ટેન્ડ વિસ્તારમાં ખાડાઓ, પાણીનો ભરાવો અને ધૂળ જેવી સમસ્યાઓનો કાયમી ઉકેલ આવશે. મુંબઈ બહારથી લગભગ ૧૫૫ બસ દરરોજ મુંબઈ સેન્ટ્રલ ડેપોમાં આવે છે.

આ પણ વાંચો : ખાતાની ફાળવણી થઈ ગઈ! શિંદેએ રાત્રે ફડણવીસને લિસ્ટ મોકલ્યું, પણ ગૃહ ભાજપને જ, શિવસેનાનું મહત્વનું ખાતું એનસીપીને?

મુંબઈ સેન્ટ્રલ બસ સ્ટેશન પર લાખો મુસાફરોની અવરજવર રહે છે. કોંક્રીટીંગના કામથી થતી અસુવિધાને ટાળવા માટે આ રૂટને નજીકના પરેલ, દાદર અને કુર્લા નેહરુ નગર બસ સ્ટેશને ડાઈવર્ટ કરવામાં આવશે. આ કામ પૂર્ણ થયા પછી, આ તમામ રૂટ મુંબઈ સેન્ટ્રલ બસ સ્ટેશન પર પહેલાની જેમ જ શરુ કરવામાં આવશે, તેમણે વધુમાં જણાવ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button