પિંક કલરના ક્રોપ ટોપમાં આ ભોજપુરી અભિનેત્રી છવાઈ ગઈ
મુંબઈઃ ભોજપુરી અભિનેત્રી મોનાલિસા પોતાના બોલ્ડ અંદાજને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. રોજે રોજ અવાનવા ફેશનેબલ અવાતરને લઈને પણ લોકોના દિલને બહેલાવે છે ત્યારે તાજેતરમાં બોલ્ડ ટોપ પહેરીને ફરી લાઈમલાઈટમાં આવી ગઈ છે.
ભોજપુરી ફિલ્મોમાં જ નહીં, પરંતુ હિન્દી ફિલ્મોની સાથે સોશિયલ મીડિયામાં વિશેષ છવાયેલી રહે છે, પરંતુ તાજેતરમાં પિંક કલરના ક્રોપ ટોપ અને ડેનિમનું જીન્સમાં જોવા મળી છે. એક કરતા અનેક અંદાજમાં બોલ્ડ જોવા મળે છે. ચુસ્ત પિંક ક્રોપ ટોપમાં જોવા મળતી મોનાલિસાને જોઈ લેશો તો તમે એક નજર હટાવી શકશો નહીં. તેના ગ્લેમર અંદાજને જોઈને લોકો દંગ રહી ગયા છે, જ્યારે તેના ફોટોગ્રાફ સોશિયલ મીડિયા પરનું તાપમાન વધારી નાખ્યું છે.
ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવેલા ફોટોગ્રાફમાં મોનાલિસાના કાનમાં ઈયરિંગ્સ અને ગળામાં એવિલ આઈ ચેન પહેરી છે, જેમાં મોનાલિસા બ્યુટિફુલ જ નહીં, પણ સેક્સી લાગે છે. કેપ્શનમાં મોનાલિસાએ લખ્યું છે ઓનલી લવ કેન. લોકોએ તેના બોલ્ડ અંદાજને પણ ગમાડી છે, જ્યારે લાખો લોકોએ લાઈક કરવાની સાથે અનેક લોકોએ કમેન્ટ કરીને તેની પ્રશંસા કરી છે.
મોનાલિસાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તેને અનેક ભોજપુરી ફિલ્મોમાં કામ કરવાની છે સાથે આઈટેમ સોંગ પણ કર્યાં છે. ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીનો પણ જાણીતો ચહેરો માનવામાં આવે છે, જ્યારે તે અનેક સિરિયલ્સમાં પણ કામ કર્યું હતું. ફિલ્મો સિવાય મોનાલિસાના ઈન્સ્ટાગ્રામ પર પણ વિશેષ એક્ટિવ રહે છે, જ્યારે તેના ફેન એન્ડ ફોલોઈંગ પણ લિસ્ટ લાંબી છે. માન્યામાં આવશે નહીં, પણ તેના 5.5 મિલિયન જેટલા ફોલોઅર્સ છે.