દિલ્હી પોલીસે આ રીતે સુરતમાંથી બળાત્કારના આરોપીને પકડી પાડ્યો
સુરત: બળાત્કારના એક કેસમાં દિલ્હી ક્રાઈમ બ્રાન્ચે પ્રસંશનીય કામગીરી કરી હતી. દિલ્હી પોલીસે આરોપીનો 1500 કિલોમીટર દુર ગુજરાતના સુરતથી પકડી પાડ્યો હતો.
દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, કેસ નોંધાયા બાદથી 25 વર્ષીય આરોપી કુલદીપ ફરાર હતો. જો કે, 16 ડિસેમ્બરના રોજ બાતમીદારોએ દિલ્હી પોલીસને જાણ કરી હતી કે આરોપી સુરતના જય અંબે નગરમાં છુપાયેલો છે, ત્યાર બાદ દિલ્હી પોલીસે આરોપીની ધરપકડ કરવા કાર્યવાહી શરુ કરી હતી.
શું હતો કેસ:
કેસની જાણકરી મુજબ કુલદીપે દિલ્હીના બગવાન પુરામાં તેણી સહકર્મીને નશીલા પદાર્થ પીવડાવી બલાત્કાર ગુજાર્યો હતો અને ફોટા અને વીડિયો કેપ્ચર કર્યા હતા. ત્યારબાદ આ રેકોર્ડિંગ્સનો ઉપયોગ પીડિતાને પીડિત મહિલાને બ્લેકમેલ કરવા માટે કર્યો હતો. આરોપીએ મહિલાને શારીરિક સંબંધો માટે દબાણ કર્યું હતું. પીડિતાએ આ બાબત અંગે કેસ નોંધાવ્યો હતો.
દિલ્હી પોલીસના અધિકારીઓએ જણાવ્યું કે આરોપી કુલદીપ મૂળ ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લાનો વતની છે. તે 5-6 વર્ષથી દિલ્હીમાં રહે છે અને હાલમાં સ્થાનિક ફેક્ટરીમાં વેલ્ડર તરીકે નોકરી કરે છે. પોલીસે બ્લેકમેલ અને સેક્સટોર્શન માટે ઉપયોગમાં લેવાયેલો મોબાઈલ ફોન પણ કબજે કર્યો છે.
Also read: દિલ્હી પોલીસને સંસદ કેસમાં મોટી લીડ મળી
દિલ્હીની વધુ એક શરમજનક ઘટના:
દિલ્હીમાં મહિલાઓની સુરક્ષા હંમેશા ચિંતાજનક વિષય રહ્યો છે. એવામાં ગયા મહીને દિલ્હીમાં વધુ એક શરમજનક ઘટના બની હતી. 34 વર્ષની માનસિક રીતે બીમાર મહિલા પર કથિત રીતે સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. દિલ્હી પોલીસે આ કેસમાં ત્રણ લોકોની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓ આ ઘટના પહેલા એકબીજાને ઓળખતા ન હતા, આરોપીઓએ મહિલાની માનસિક વિકલાંગતાને કારણે તેને નિશાન બનાવી હતી.