અરે બાપ રે! રામ કપૂરને આ શું થઇ ગયું….!, તમે જ જોઇ લો
ટેલિવિઝન, ફિલ્મો અને ઓટીટીમાં તેમની વિવિધ ભૂમિકાઓ માટે જાણીતા અભિનેતા રામ કપૂર તેમના મોટા પરિવર્તન માટે ફરી ચર્ચામાં છે. 51 વર્ષીય અભિનેતાએ તાજેતરમાં 42 કિલો વજન ઘટાડ્યું છે. તેમના ઘટાડેલા વજન બાદના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેણે ઇન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે. ચાહકો તેમના વજન ઘટાડવાથી ઘણા પ્રભાવિત થયા છે અને તેઓ ઘણા લોકો માટે પ્રેરણારૂપ પણ બન્યા છે.
રામ કપૂર સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ છે. તેઓ તેમના ફેન્સ સાથે ટચમાં રહે છે. જોકે, થોડા સમયથી તેઓ સોશિયલ મીડિયા પરથી ગાયબ થઇ ગયા હતા. હવે તેઓ ઇન્સ્ટાગ્રામ પર પાછા ફર્યા છે. જોકે, તેમની પાસે સોશિયલ મીડિયાથી દૂર રહેવાનું એક સારું કારણ હતું. તેમણે ઇન્સ્ટાગ્રામ પર શાનદાર વાપસી કરી છે અને આ વખતે તેમના ફોટો વાહવાહી લૂંટી રહ્યા છે. તેમણે એક મિરર સેલ્ફી શેર કરી છે. આ સેલ્ફીમાં સ્લીમ અને ટ્રીમ રામ કપૂરને ઓળખવા મુશ્કેલ છે. રામ કપૂરે પત્ની ગૌતમી કપૂર સાથેનો બીજો ફોટો પણ શેર કર્યો હતો, જેમાં તેમણે 42 કિલો વજન ઘટાડ્યું હોવાનું જણાવ્યું હતું. તેઓ એકદમ ફિટ દેખાઈ રહ્યા છે. તેમના આશ્ચર્યકારક શરીર પરિવર્તને લોકોને ચોંકાવી દીધા છે. સોશિયલ મીડિયા પર તેમની વાપસીએ તેમના ચાહકોને એક મોટું સરપ્રાઈઝ આપ્યું છે.
રામ કપૂરે હાલમાં એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ ઇવેન્ટમાં અભિનેતા સાથે તેમની પત્ની પણ જોવા મળી હતી. આ સમયે પાપારાઝી પણ તેમનું પરિવર્તન જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. જોકે, આ પહેલી વાર નથી જ્યારે રામ કપૂરે પોતાનું વજન ઘટાડ્યું હોય. આ પહેલા 2019માં પણ તેમણે સાતેક મહિનાના ગાળામાં 30 કિલો વજન ઘટાડ્યું હતું અને ચર્ચામાં આવ્યા હતા.
Also read: રણબીર કપૂરને રામનો રોલ મળ્યો તો…. અરૂણ ગોવિલે આપી આવી પ્રતિક્રિયા
વર્ક ફ્રન્ટ પર જોઇએ તો રામ કપૂર ટેલિવિઝન પર ‘બડે અચ્છે લગતે હૈ’, ‘કસમ સે’ જેવા તેમના શો સાથે ઘર-ઘરમાં જાણીતું નામ બની ગયા હતા. આ ઉપરાંત, તેમણે ‘હમશકલ્સ’, ‘બાર બાર દેખો’, ‘સ્ટુડન્ટ ઑફ ધ યર’, ‘થપ્પડ’, ‘ધ બિગ બુલ, ‘નિયત’ સહિતની ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેઓ છેલ્લે JioCinemaની વેબસિરીઝ ‘ખલબલી રેકોર્ડ્સ’માં જોવા મળ્યા હતા. તેમણે ‘જ્યુબિલી’, ‘મસાબા મસાબા’, અને ‘હ્યુમન’ જેવી વેબસિરીઝમાં પણ અભિનય કર્યો છે.
જૂના (big, fat) રામ કપૂરની ખોટ અનુભવતા ચાહકોએ નિરાશ થવાની જરૂર નથી. સોની ટીવી હાલમાં બડે અચ્છે લગતે હૈનું ફરીથી પ્રસારણ કરી રહ્યું છે. તેમાં તમે જૂના રામ કપૂરને જોઇ શકો છો.