બોલિવૂડે બદલી નાખ્યું લગ્નોનું સમાજશાસ્ત્ર
ફોકસ -ડી. જે. નંદન
હિંદુસ્તાનમાં આ દિવસોમાં લગ્નોની ધૂમ છે. નવેમ્બર મહિનામાં અત્યાર સુધી પસાર થયેલા આઠ શુભ મુહૂર્તોમાં લગભગ ૨૫ લાખથી વધુ લગ્ન થઇ ચૂક્યાં છે અને આગામી મહિનાના પાંચ મુહૂર્તોથી મળીને આ વર્ષના લગ્નના આંકડા ૮૦ લાખથી પાર પહોંચી જશે. દર વર્ષે જેટલા લગ્નો ભારતમાં થાય છે તેટલા દુનિયામાં ક્યાંય થતા નથી.
ભારતમાં થનારા લગ્ન એટલા માટે મહત્ત્વના છે કે કારણ કે અહીં લગ્ન ફક્ત બે લોકોના એક બીજા સાથે જીવનની શરૂઆત કરવાની હોતી નથી, પરંતુ આ તમામ લોકોના જીવનમાં થનારી સૌથી મોટી ઘટનામાંની એક હોય છે.
એટલા માટે આપણા જીવનની સૌથી મોટી ઇવેન્ટ પર બોલિવૂડની અસર થાય છે. બોલિવૂડના ક્રિટિક, ઇકોનોમિસ્ટ અને બ્રિટિશ રાજનીતિજ્ઞ મેઘનાદ દેસાઇ પોતાના એક લેખમાં કહે છે કે ભારતીય લોકો પોતાની ખુશીની આ ખાસ ક્ષણોમાં ત્રણ ચીજોને ક્યારેય ભૂલતા નથી. પોતાના ભગવાનને, પોતાના હીરોને અને પોતાની જ્ઞાતિને.
એ અકારણ નથી કે આજકાલ લગ્નની સિઝન આવતા જ ફેશન અને જ્વેલેરી બજાર, બોલિવૂડના હીરો હિરોઇનની ચર્ચા થવા લાગે છે. તમે હાલના દિવસોમાં દિલ્હીના ચાંદની ચોક વિસ્તારમાં જાવ. સાડીઓની દુકાનોની બહાર તમામ ટોપ હિરોઇનોના કટઆઉટની ભીડ જોવા મળશે.
ફક્ત આ જ બજારમાં નહીં, પરંતુ તમામ એ બજારમાં જ્યાં લગ્ન માટેની ખરીદી કરવામાં આવી રહી હોય. હિરો અને હિરોઇનને તમામ દુકાનમાં કટઆઉટ અથવા જીવંત પોસ્ટરો લગાવેલા જોવા મળી રહ્યા છે. જાણે દુકાનદારો કપડા ના વેચી રહ્યા હોય પરંતુ બોલિવૂડના હીરો અને હિરોઇનોનું પ્રદર્શન રાખ્યું હોય.
હિંદુસ્તાનમાં તમામ છોકરીઓ લગ્નમાં પોતાની પસંદગીની હિરોઇનની જેમ દેખાવા માગે છે.
આ વાત છોકરાઓ પર પણ લાગુ પડે છે. તમામ વરને પોતાની પસંદગીના હિરોની જેમ શેરવાની પહેરવી હોય છે. કહેવામાં આવે કે હાલના દિવસોમાં હિંદુસ્તાનમાં લગ્નો, બોલિવૂડના આકર્ષણથી ગ્રસ્ત છે તો અતિશયોક્તિ કહેવાશે નહીં.
સત્ય વાત એ છે કે બોલિવૂડે આપણા લગ્નનું સમાજશાસ્ત્ર જ બદલી નાખ્યું છે. આમ તો આ અસર છેલ્લી સદીના ૫૦ અને ૬૦ના દાયકામાં જ જોવા મળી રહી હતી, પરંતુ ૧૯૯૦ બાદથી તો હિંદુસ્તાનમાં યોજાનારાં લગ્નો બોલિવૂડના આકર્ષણમાં સતત જકડાઇ રહ્યા છે અને આજની સ્થિતિ એ છે કે આપણા લગ્નો પર બોલિવૂડની ખૂબ જ અસર જોવા મળી રહી છે, પરંતુ કહેવું જોઇએ કે બોલિવૂડની ફિલ્મોએ આપણા લગ્નોનું સમાજશાસ્ત્ર જ બદલી નાખ્યું છે.
જોકે, આપણાં લગ્નોમાં બોલિવૂડની અસરે આપણો ખર્ચ પણ વધારી દીધો છે.
આ પણ વાંચો…ઘર- પરિવાર અને બિઝનેસમાં સમૃદ્ધિ ખેંચીને લાવશે ઘરમાં રાખેલી આ એક મૂર્તિ…
બોલિવૂડનાં લગ્નોએ જે રીતે લવ મેરેજ અને આંતરજ્ઞાતિ લગ્નોને માન્યતા આપી દીધી છે તેની અસર પણ સમાજમાં જોવા મળી રહી છે.
આપણાં લગ્નો બોલિવૂડથી આટલા પ્રભાવિત અગાઉ ક્યારેય રહ્યાં નથી. ફિલ્મોની અસર આપણાં લગ્નોમાં એટલી વધી ગઇ છે કે એક જમાનામાં જ્યારે ભારતીય ગરીબીના કારણે લગ્ન માટે દેવાના ચક્રવ્યૂહમાં ફસાઇ જતા હતા, પરંતુ આજે ગરીબ નહીં, પરંતુ મધ્યમ અને ઉચ્ચ મધ્યમ વર્ગના લોકો બોલિવૂડના આકર્ષણના કારણે લગ્નોમાં વધુ ખર્ચ કરી દે છે.
બોલિવૂડે પોતાના પ્રભાવથી આપણાં લગ્નોના સમાજશાસ્ત્રને બદલી દીધું છે.