ગાંધીનગર

Gujarat: 142 કિમીના માર્ગોના રીસરફેસિંગ કામોને સરકારની મંજૂરી

ગાંધીનગર: મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલે ગુજરાત સ્ટેટ રોડ ડેવલોપમેન્ટ કોર્પોરેશન દ્વારા રાજ્યમાં હાથ ધરાઈ રહેલા અગત્યના પ્રોજેક્ટસ સાથે કોર નેટવર્કને જોડતા તથા તેને પૂરક માર્ગો તરીકે કાર્યરત કુલ પાંચ જેટલા રસ્તાઓના રીસરફેસિંગ માટે 131 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. મુખ્ય પ્રધાને આવા કુલ 142 કિ.મી લંબાઈના માર્ગો માટે આ રકમ મંજૂર કરી છે.

આ પણ વાંચો: Gandhinagar કોર્પોરેશને લાગૂ કરી એડવર્ટાઈઝમેન્ટ પોલિસી, હવે હોર્ડિંગ્સ-બેનર લગાવવા મંજૂરી ફરજિયાત

131 કરોડ રૂપિયા મંજૂર
રાજ્યમાં ઉદ્યોગો, અર્થતંત્ર અને પ્રવાસનને વેગ આપવા માટે પરિવહન ખૂબ જ આવશ્યક છે. ત્યારે મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલે ગુજરાત સ્ટેટ રોડ ડેવલોપમેન્ટ કોર્પોરેશન દ્વારા રાજ્યમાં હાથ ધરાઈ રહેલા અગત્યના પ્રોજેક્ટસ સાથે કોર નેટવર્કને જોડતા તથા તેને પૂરક માર્ગો તરીકે કાર્યરત કુલ પાંચ જેટલા રસ્તાઓના રીસરફેસિંગ માટે 131 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. તે અંતર્ગત રાજ્યના 5 માર્ગોના રીસરફેસિંગ કામની મંજૂરી આપી છે.

142 કિ.મી લંબાઈના માર્ગોને મંજૂરી
પેથાપુર-નારદિપુર-ખેરવા 22.40 કિ.મી. માટે રૂ. 27.75 કરોડ
જામનગર-લાલપુર-વેરાદ 31.85 કિ.મી. માટે રૂ. 18.02કરોડ
નડિયાદ-પેટલાદ-ખંભાત 24.00 કિ.મી. માટે રૂ. 23.45 કરોડ
ચિખલી-ધરમપુર 20.45 કિ.મી. માટે રૂ. 19.98 કરોડ
ભુજ-મુંદ્રા 43.50 કિ.મી માટે રૂ. 42.51 કરોડ

આ રસ્તાઓનો થશે સમાવેશ?
તદ્દઅનુસાર, પેથાપુર-નારદીપુર-ખેરવા 22.40 કિ.મી, જામનગર-લાલપુર-વેરાદ 31.85 કિ.મી. તેમજ નડિયાદ-પેટલાદ-ખંભાત 24.00 કિ.મી. અને ચીખલી-ધરમપુર 20.45 કિ.મી. તથા ભુજ-મુંદ્રા 43.50 કિ.મી. માર્ગોનો સમાવેશ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના સાહસ સ્ટેટ રોડ ડેવલોપમેન્ટ કોર્પોરેશન દ્વારા પાછલા બે વર્ષમાં સમગ્ર રાજ્યમાં વિવિધ મહત્વપૂર્ણ માર્ગોના નિર્માણ, રીસર્ફેસિંગ, વિસ્તૃતિકરણ વગેરે માટે કુલ 2999 કરોડ રૂપિયાના કામો હાથ ધરવામાં આવેલા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button