મહારાષ્ટ્ર

તમારી દેશભક્તિ પર કોઈ શંકા નથી, પરંતુ કોઈ વિરોધીઓના ખભા પર બંદૂક મૂકી રહ્યું છે: માલેગાંવ વોટ જેહાદ પર ફડણવીસ

નાગપુર: માલેગાંવમાં મર્ચન્ટ બેંકની શાખામાં બેરોજગાર યુવાનોના ખાતામાંથી 100 કરોડ રૂપિયાની આર્થિક લેવડદેવડ કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. ભાજપના નેતા કિરીટ સોમૈયાએ આ આરોપ લગાવ્યો હતો કે આ નાણાનો ઉપયોગ વિધાનસભા ચૂંટણીમાં ‘વોટ જેહાદ’ માટે કરવામાં આવ્યો હતો. હવે રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ મુદ્દે વિપક્ષ પર જોરદાર પ્રહારો કર્યા છે.

વિધાનસભામાં પોતાના ભાષણમાં દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે ચૂંટણી જીતવા માટે શું ન કર્યું? અમે મહારાષ્ટ્રમાં પહેલીવાર જોયું કે કોઈ આવીને વોટ જેહાદની બૂમો પાડે છે, તમારી પાસે 17 માંગણીઓ કરવામાં આવે છે અને તમે મોં પણ ખોલતા નથી. આની પાછળનું અસલી કાવતરું હું તમને કહું છું. મને તમારા પર વિશ્વાસ છે, તમારા પર અવિશ્વાસ નથી, પણ તમે ક્યાંક ભટકી ગયા છો.

આ પણ વાંચો: મહારાષ્ટ્ર ગુજરાતની સરખામણી: ઉદ્યોગ, ઔદ્યોગિક ચુંબક અને આંકડાઓ સાથે વિરોધીઓને ફડણવીસે આપ્યો જવાબ

માલેગાંવમાં 2024માં કેટલાક યુવકોએ પોલીસને ફરિયાદ કરી હતી. તેમના ખાતાઓમાં 114 કરોડની બિનજરૂરી રોકડ દાખલ થઈ હતી. આરોપી સિરાજ મોહમ્મદે 14 લોકોના પાન કાર્ડ અને આધાર કાર્ડનો ઉપયોગ કરીને નાસિક મર્ચન્ટ બેંકમાં ખાતા ખોલ્યાં હતાં. આ 14 ખાતાઓમાં 114 કરોડ રૂપિયા જમા થયા હતા. બાદમાં તે પૈસા સિરાજ મોહમ્મદ અને 21 લોકોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.

જ્યારે પોલીસ, ઇડી અને આવકવેરા વિભાગે આ અંગે તપાસ કરી તો જાણવા મળ્યું કે 21 રાજ્યોના 201 બેંક ખાતાઓમાં એક હજાર કરોડ રૂપિયાની લેવડદેવડ કરવામાં આવી હતી. આ નાણાં મુંબઈ, નાસિક સહિત વિવિધ શહેરોમાં ગયા છે. 600 કરોડ રૂપિયા દુબઈ મોકલવામાં આવ્યા હતા અને 100 કરોડ રૂપિયા ચૂંટણી દરમિયાન વિવિધ વસ્તુઓ માટે વાપરવામાં આવ્યા હતા. હવે આ તપાસ એટીએસ પાસે ગઈ છે.

આ પણ વાંચો: લાડકી બહેનોને ડિસેમ્બરમાં જ મળશે બાકી હપ્તા: ફડણવીસ

જોકે, મુદ્દો એ છે કે ચૂંટણી જીતવા માટે તમે કયા સ્તરે જઈ રહ્યા છો. દેશની ચૂંટણીમાં વિદેશી હસ્તક્ષેપના પુરાવા દેશની સંસદમાં આવ્યા છે. આપણે બધા એકબીજાના વિચારોના વિરોધી છીએ. મને તમારી દેશભક્તિ પર શંકા નથી. પરંતુ દુર્ભાગ્યવશ, મને એ વાતનું દુ:ખ છે કે આપણા વિરોધીઓ તમારા ખભા પર બંદૂક મૂકી રહ્યા છે. તમારે એ પણ વિચારવું જોઈએ કે આપણા ખભા પર બંદૂક કોણ મૂકી રહ્યું છે, એમ ફડણવીસે ગૃહમાં વિપક્ષને સંબોધતાં જણાવ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button