આમચી મુંબઈમહારાષ્ટ્ર

લાડકી બહેનોને ડિસેમ્બરમાં જ મળશે બાકી હપ્તા: ફડણવીસ

નાગપુર: રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે નાગપુર વિધાનસભામાં રાજ્યપાલના સંબોધનનો જવાબ આપતાં ‘મુખ્યમંત્રી માઝી લાડકી બહિણ યોજના’ અંગે મોટી જાહેરાત કરી હતી. લાડકી બહેન યોજનાના અત્યાર સુધીમાં પાંચ હપ્તા અત્યાર સુધીમાં આપવામાં આવ્યા છે. યોજનાનો છઠ્ઠો હપ્તો ક્યારે મળશે તેના પર સૌનું ધ્યાન હતું. દેવેન્દ્ર ફડણવીસે ગુરુવારે જણાવ્યું હતું કે રાજ્યની લાડકી બહેનોને વિધાનસભા સત્રના અંત પછી ડિસેમ્બર મહિનાના નાણાં મળી જશે. રાજ્ય સરકારે આ યોજના શરૂ કરતી વખતે મહિલાઓને દર મહિને 1500 રૂપિયા આપ્યા હતા. તેવી જ રીતે ડિસેમ્બર મહિના માટે પણ મહિલાઓના ખાતામાં 1500 રૂપિયા મોકલવામાં આવશે.

એકેય યોજના બંધ નહીં થાય: ફડણવીસ
હું ગૃહને અત્યારે એવી ખાતરી આપવા માંગુ છું કે, કોઈ શંકા ન રાખો, અમે જે વચનો આપ્યા છે, જે યોજનાઓ ચાલુ કરી છે તેમાંથી એક પણ યોજના બંધ થવા દેવામાં આવશે નહીં. જે લાડકી બહેનોએ મહાયુતિને પ્રેમ દર્શાવ્યો હતો. દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે આ સત્ર પૂરું થતાં જ અમે તેમના ખાતામાં ડિસેમ્બરનો હપ્તો જમા કરાવીશું. દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે લાડકી બહેન યોજનાના માપદંડમાં પણ કોઈ જાતનો ફેરફાર થયો નથી.

શું જનતાના પૈસા યોગ્ય રીતે ખર્ચવા જોઈએ?
કેટલાક લોકોએ ચાર-ચાર ખાતા ખોલાવ્યા હોવાનું ધ્યાનમાં આવ્યું છે. સમાજમાં સારી વૃત્તિઓ છે અને કેટલીક ખરાબ વૃત્તિઓ છે. જો કોઈ સ્કીમનો દુરુપયોગ થતો હોય, તો જનતાના પૈસાની અમારી જવાબદારી છે. તે યોગ્ય રીતે જવા જોઈએ. કેટલાક પુરુષોએ જ નવ ખાતા ખોલ્યા હોય તો કેવી રીતે તેને લાડકી બહેન કહી શકાય, લાડકો ભાઈ પણ કહી શકાય નહીં. બહેનોના પૈસા પર નજર બગાડે તેને લાડકો કેવી રીતે કહી શકાય? તેમ દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું. દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે અમે ખેડૂતો, યુવાનો, વરિષ્ઠો અને વંચિતો સંબંધે આપેલા વચનો પૂરા કરીશું.

આ પણ વાંચો : ઉદ્ધવ ઠાકરે નાગપુર વિધાન ભવનમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને મળ્યા

લાડકી બહેનને 1500 કે 2100 રૂપિયા?
મહાયુતિએ વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન મહિલાઓને સત્તામાં આવશે તો લાડકી બહેનને દર મહિને 2100 રૂપિયા આપવાનું વચન આપ્યું હતું. તે મુજબ મહિલાઓને બજેટ બાદ 2100 રૂપિયાની રકમ મળી શકશે. દેવેન્દ્ર ફડણવીસ અને મંત્રી અદિતિ તટકરે આ સંબંધમાં માહિતી આપી ચૂક્યા છે. તેથી મહિલાઓને ડિસેમ્બરના હપ્તામાં અને ત્યારપછી દર મહિને 1500 રૂપિયા મળશે.

હું આધુનિક અભિમન્યુ, ચક્રવ્યુહ તોડીને દેખાડ્યો: ફડણવીસ
દેવેન્દ્ર ફડણવીસે ગુરુવારે વિધાનસભામાં તેમનું પ્રથમ ભાષણ આપ્યું, જેમાં ‘હું પાછો આવીશ’ (મી પુન્હા યેઈન) વાક્યને નિ:શંકપણે વાસ્તવિક કરી દેખાડ્યું હતું. આ ભાષણમાં દેવેન્દ્ર ફડણવીસે અપેક્ષા મુજબ તમામ વિષયોને સ્પર્શીને વિરોધીઓને જવાબ આપવા ઉપરાંત રાજ્યના નાગરિકોને ખાતરી આપી હતી. દેવેન્દ્ર ફડણવીસે પણ જાણીજોઈને એ હકીકત પર પ્રકાશ પાડ્યો કે મહારાષ્ટ્રના લોકોની નજરમાં તેમની જાતિ ગૌણ મુદ્દો છે અને લોકોએ તેના વિશે વિચાર્યા વિના તેમના નેતૃત્વને સ્વીકાર્યું છે.

છેલ્લા પાંચ વર્ષમાં મને અને મારા પરિવારને જે રીતે ટાર્ગેટ કરવામાં આવ્યો, મહારાષ્ટ્રમાં આ એક રેકોર્ડ હશે, છ-સાત લોકો સવારથી સાંજ સુધી મારા વિશે જ વાતો કરતા હતા. પરંતુ તેમનો આભાર, લોકો મારા પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા હતા કારણ કે તેઓ મારા વિશે વાત કરતા હતા. લોકોએ મારું પાંચ વર્ષનું કામ જોયું છે. મેં જાતિ અને ધર્મનો વિચાર કર્યા વિના સૌના કલ્યાણ માટે કામ કર્યું છે. દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે આ વર્ષની ચૂંટણીએ બતાવ્યું છે કે રાજકારણીઓના મગજમાં જાતિ જેટલી રૂઢ છે એટલી લોકોના મગજમાં નથી.

જેમણે બીજાનું ધ્રુવીકરણ કરવાનો પ્રયાસ કર્યો તેઓનો નાશ થયો, સમાજ એક થયો, બધાએ મહાયુતિને મત આપ્યો. છેલ્લા 30 વર્ષમાં કોઈને 50 ટકા વોટ મળ્યા નથી, મહાયુતિને મળ્યા છે. મેં કહ્યું હતું કે, હું આધુનિક અભિમન્યુ છું, હું ચક્રવ્યૂહને ભેદી શકું છું, ચારે બાજુથી ચક્રવ્યૂહ બનાવવાના પ્રયાસો થયા હતા, પણ તે ભેદીને હું અહીં જ છું. આનું શ્રેય મારું નથી, મારી પાર્ટી અને મારી સાથે કામ કરનારા મારા સાથીઓનું છે. હું માત્ર એટલું જ કહીશ કે ‘આંધીયોં મેં ભી જો જલતા હુઆ મિલ જાયેગા, ઉસ દિયે સે પૂછ લેના મેરા પતા મિલ જાયેગા’ એમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button