અલાહાબાદ હાઇ કોર્ટે મુખ્તાર અંસારીને આપ્યો ઝટકોઃ પુત્રની જામીન અરજી ફગાવી
પ્રયાગરાજઃ અલાહાબાદ હાઇ કોર્ટે અબ્બાસ અંસારીનો મોટો ઝટકો આપ્યો છે. અલાહાબાદ હાઇ કોર્ટે અબ્બાસ અંસારીની જામીન અરજી ફગાવી દીધી હતી. અબ્બાસ અરજીની જામીન અરજી પર ફેંસલો સંભળાવ્યો હતો. તેણે ગેંગસ્ટર એક્ટમાં નોંધાયેલા મામલે જામીન મુદ્દે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ અબ્બાસ અંસારીએ જામીન અરજી દાખલ કરી હતી. અલાહાબાદ હાઇ કોર્ટના ન્યાયાધીશ સમિત ગોપાલની સિંગલ બેંચે આ આદેશ આપ્યો હતો. પ્રથમ વખત બાહુબલી મુખ્તાર અંસારીના ધારાસભ્ય પુત્ર અબ્બાસ અંસારીને સુપ્રીમ કોર્ટે મોટો ઝટકો આપ્યો હતો.
આર્મ્સ એક્ટ સંબંધિત મામલામાં અબ્બાસ અંસારીએ વચગાળાના જામીન માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. છેલ્લી સુનાવણીમાં કોર્ટે અબ્બાસ અંસારીને વચગાળાના જામીન આપ્યા હતા, ત્યાર બાદ ઇડીએ અબ્બાસ અંસારીની મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી હતી.
ડિસેમ્બર, 2022માં પરિવારના સભ્યો અને મઉના ભૂતપૂર્વ ધારાસભ્ય મુખ્તાર અંસારીની 8 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી. પોલીસ અધિક્ષક ઓમવીર સિંહે જણાવ્યું કે, લખનઉના ડાલીબાગ વિસ્તારમાં મુખ્તાર અંસારીની માતા રાબિયા ખાતૂન અને તેની નજીકના સહયોગી તેમ જ ગેંગના સભ્ય એજાજુલ અંસારીની પત્નીના નામે ખરીદવામાં આવેલી જમીન જપ્ત કરવામાં આવી હતી.
આ પણ વાંચો : લોકસભામાં રવિન્દ્ર વાયકરની જીતને રદ કરવાની અમોલ કીર્તિકરની અરજી હાઇ કોર્ટે ફગાવી
આ વર્ષની શરૂઆતમાં ગેંગસ્ટરમાંથી રાજકારણી બનેલા મુખ્તાર અંસારીનું જેલમાં અવસાન થયું હતું. જોકે, તેના પરિવારના સભ્યોએ મુખ્તાર અંસારીનું મૃત્યુ સામાન્ય નહોતું અને તેને ઝેર આપવામાં આવ્યું હોવાનો આરોપ લગાવ્યો હતો.
ગાઝીપુરની એમપીએમએલએ ગેંગસ્ટર કોર્ટે અવધેશ રાય હત્યા કેસમાં મઉના પૂર્વ ધારાસભ્ય. અને બાંદા જેલમાં કેદ મુખ્તાર અંસારીને 10 વર્ષની કેદ તથા 5 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. આ કેસમાં મુખ્તાર અંસારીની સાથે ભીમ સિંહને પણ 10 વર્ષની સજા સંભળાવવામાં આવી હતી.