સુરત

સુરતમાં બીઆરટીએસ બસમાં ચડતા મુસાફરનો પગ દરવાજામાં ફસાયો પછી થયું આવું

સુરત: સુરતમાં મહાનગર પાલિકાની બીઆરટીએસ બસોના વિવાદો વધી રહ્યાં છે. ગુરૂવારે બીઆરટીએસ બસના ડ્રાઈવરને કારણે વધુ એક વિવાદ પ્રકાશમાં આવ્યો હતો. બસમાં મુસાફરનો પગ દરવાજામાં ફસાઈ જતાં ડ્રાઈવરે અનેક વાર કહેવા છતાં પણ બસ રોકી નહોતી. મુસાફરે ફસાયેલા પગ સાથે મુસાફરી કરતાં લોકો રોષે ભરાયા હતાં.

શું છે મામલો

ગુરૂવારે શહેરના ગોડાદરાના મંગલ પાંડે બસ સ્ટેશનથી પસાર બીઆરટીએસની બસ પસાર થતી જેમાં એક મુસાફર ચડી રહ્યો હતો ત્યારે ડ્રાઈવરે દરવાજો બંધ કરી દીધો હતો. આ દરમિયાન મુસાફરનો એક પગ દરવાજામાં ફસાઈ ગયો હતો. આ ગંભીર બાબતે ડ્રાઈવરે આગળનું સ્ટેન્ડ ના આવે ત્યાં સુધી બસ દોડાવી રાખી હતી.

આ પણ વાંચો: સુરતમાં સિટી-બીઆરટીએસની સ્પીડને બ્રેક: ૧લી માર્ચથી સ્પીડ લિમિટ ૪૦ની કરાશે

દરવાજામાં ફસાયેલા પગે મુસાફરે મુસાફરી કરવી પડી હતી. આ દરમિયાન અન્ય કોઈ દુર્ઘટના નહીં થતાં મુસાફરને વધુ ઈજા નહોતી થઈ. પરંતુ તેને બસમાં એક પગે ઉભા રહીને મુસાફરી કરવી પડી હતી. સુરતના બીઆરટીએસના ડ્રાઈવરની આવી બેદરકારી જોઈને લોકોમાં રોષ ફેલાયો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button