સમજ્યા વિચાર્યા વિના QR Code સ્કેન કરો છો? તમારી આ એક ભૂલ અને Bank Account…
વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)એ ડિજિટલ ઈન્ડિયાને ખૂબ જ પ્રોત્સાહન આપ્યું અને એનું પરિણામ એ આવ્યું કે રસ્તા પર શાકભાજી વેચતા ફેરિયાઓ પણ ગૂગલ પે અને યુપીઆઈ પર પેમેન્ટ એક્સેપ્ટ કરવા લાગ્યા છે. પરંતુ આ ડિજિટલ ઈન્ડિયાને કારણે જ સાઈબર ક્રાઈમમાં પણ વધારો થઈ રહ્યો છે. ઓનલાઈન પેમેન્ટ કરતી વખતે કે ક્યુઆર કોડ સ્કેન કરતી વખતે કેટલીક સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે જેના વિશે આપણે અહીં વાત કરવા જઈ રહ્યા છીએ.
ઓનલાઈન પેમેન્ટ કરવાનું ચલણ વધતા હવે લોકો કેશ રાખવાને બદલે ઓનલાઈન પેમેન્ટ કરવાનું જ વધારે પસંદ કરવા લાગ્યા છે. ઓનલાઈન પેમેન્ટ કરવા માટે દુકાન, રેસ્ટોરાં, શોરૂમ કે કોઈ ફેરિયાને પાસે ક્યુઆર કોડ સ્કેન કરવું પડે છે. પેમેન્ટ કરવાનો આ સૌથી સુરક્ષિત રસ્તો છે, જેમાં એકાઉન્ટ નંબર ખોટો પડવાનો કે પૈસા અહીંયા ત્યાં ટ્રાન્સફર થવાનું કોઈ જોખમ જ નથી.
લોકો પણ આંખો બંધ કરીને ક્યુઆર કોડ સ્કેન કરવા લાગ્યા છે. આ જ વાતનો ફાયદો ઉઠાવીને હવે સાઈબર ક્રિમિનલ્સ પણ ક્યુઆર કોડને હથિયાર બનાવીને લૂંટ મચાવી રહ્યા છે. પરંતુ અમે આજે અમે તમને કઈ રીતે ક્યુઆર કોડને વિચાર્યા સમજ્યા વિના સ્કેન કરીને તમે મુશ્કેલીમાં પડી શકો છો અને એનાથી બચી શકો છો એના વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
તમારા મોબાઈલ પર જો કોઈ એવો મેસેજ આવે કે ઓફર આવે કે તમે ક્યુઆર કોડ સ્કેન કરીને લોટરી જિતી શકો છો તો સાવધાન થઈ જાવ. જો તમે પણ આ ઓફરમાં ફસાઈ જશો તો તમારા એકાઉન્ટમાં પૈસા તો નહીં આવે પણ એનાથી વિપરીત જો એકાઉન્ટમાં જે રહી સહી બચત છે એ પણ લૂંટાઈ જશે. તમે જેવું સ્કેમર્સે આપેલું ક્યુઆર કોડ સ્કેન કરીને પિન નાખશો તો તમારું એકાઉન્ટ સાફ થઈ જશે.
આ પણ વાંચો : સાઈબર ક્રાઈમમાં આટલામો છે આમચી મુંબઈનો નંબર
આ પ્રકારના ફ્રોડથી બચવા માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા થોડાક દિવસ પહેલાં જ ગાઈડલાઈન શેર કરવામાં આવી હતી અને આ ગાઈડલાઈન અનુસાર જ્યાં સુધી તમને જાણ ના હોય કે ક્યુઆર કોડ મોકલનાર કોણ છે ત્યાં સુધી ક્યુઆર કોડ સ્કેન કરવાથી બચવું જોઈએ. ધ્યાન રાખો કે ક્યુઆર કોડનો ઉપયોગ માત્રને માત્ર પેમેન્ટ વગેરે કરવા માટે જ થાય છે, ક્યુઆર કોડને સ્કેન કરીને પૈસા જિતવા અશક્ય છે. તમે તમારા પોનમાં જો ઓનલાઈન પેમેન્ટ એપ યુઝ કરો છો તો તેના પર સ્ક્રીન લોક લગાવીને રાખો અને તમારું સિક્યોરિટી પિન કોઈ સાથે પણ શેર કરવાનું ટાળો.
જો આ તમામ સાવધાની રાખ્યા બાદ પણ તમારી સાથે સાઈબર ફ્રોડ થઈ જાય છે તો તે www.cybercrime.gov.in પર કરી શકે છે. આ સિવાય હેલ્પલાઈન નંબર 1930 પર પણ કોલ કરીને તમે આની ફરિયાદ કરી શકો છો.