કારમાંથી ઉતર્યા Amitabh Bachchan અને અચાનક થયું કંઈક એવું કે… ફેન્સને થયું ટેન્શન
સોશિયલ મીડિયા આપણા બધાના જીવનમાં એટલું બધું વણાઈ ચૂક્યું છે કે તેના વિનાના જીવનની કલ્પના પણ કરવી મુશ્કેલ છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે, આ વાઈરલ વીડિયોમાં બોલીવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) કંઈક એવું કરતાં જોવા મળે છે કે જેના પર વિશ્વાસ કરવાનું અઘરું છે. આવો જોઈએ આખરે એવું તે શું કર્યું બિગ બીએ-
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં અમિતાભ બચ્ચન કારમાંથી ઉતરે છે અને તેઓ વિચિત્ર હરકત કરવા લાગે છે. બિગ બીની આસપાસમાં સિક્યોરિટી ગાર્ડ્સ હોય છે. અચાનક જ બિગ બી ઉલટી સીધી હરકત કરવા લાગે છે. તેઓ આંગળી ઉઠાવીને વાત કરવા લાગે છે અને અચાનક જ ત્યાંથી ભાગવા લાગે છે.
આ વીડિયો સામે આવતા જ બિગ બીના ફેન્સ ચોંકી ઉઠ્યા છે કે આખરે તેમના ફેવરેટ સુપરસ્ટારને આ શું થયું છે? તેઓ કેમ આવું કરી રહ્યા છે. અહીંયા તમારી જાણ માટે કે આ વીડિયો ઓરિજનલ નથી અને તે એડિટેડ છે. કોઈએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી આ વીડિયો એડિટ કર્યો છે. ફેન્સને આ વાત બિલકુલ પસંદ નથી આવી.
આ પણ વાંચો : અમિતાભ બચ્ચન પાસેની આ વસ્તુઓ છે ખૂબ જ મૂલ્યવાન, કિંમત સાંભળીને ઉડી જશે હોંશ…
વાઈરલ વીડિયો પર ફેન્સ હવે જાત જાતની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું છે કે એઆઈનો ખોટો ઉપયોગ. બીજા એક યુઝરે લખ્યું કે અરે આ કયા પ્રકારની એડિટિંગ છે. ત્રીજા એક યુઝરે લખ્યું છે કે આપણા દેશમાં એઆઈનો આવો જ ઉપયોગ થશે. ચોથા એક યુઝરે આ વીડિયો પર બિગ બીની ટિખળ કરતાં લખ્યું છે કે અચાનક બિગ બીને રેખાજીના પતિ દેખાઈ ગયા હશે. તમે પણ આ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો.
અત્રે ઉલ્લેખનીય છે કે બચ્ચન પરિવાર હાલમાં પરિવારમાં પડેલાં ભંગાણને કારણે ખૂબ જ ચર્ચામાં રહે છે. અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય-બચ્ચનના લગ્ન જીવનમાં પડેલા ભંગાણને કારણે દરરોજ નવી નવી વાત સામે આવતી રહી છે, પરંતુ હજી સુધી બચ્ચન પરિવાર કે ઐશ્વર્યાએ કે અભિષેકે કોઈ ખુલાસો કર્યો નથી.