વિરાટ શું અનુષ્કા અને બાળકો સાથે ભારત છોડવાના પ્લાનિંગમાં છે? નવું ઘર ક્યાં હશે?
નવી દિલ્હીઃ વિરાટ કોહલી અને પત્ની અનુષ્કાને લઈને મોટી વાત બહાર આવી રહી છે. એક અહેવાલ મુજબ વિરાટ-અનુષ્કા તેમના બાળકોને લઈને ભારત છોડવાના પ્લાનિંગમાં હોવાનું મનાય છે.
વિરાટ કોહલી હાલમાં તો ઑસ્ટ્રેલિયાના પ્રવાસે છે જેમાં તે મોટા ભાગે સારું નથી રમી શક્યો.
એવું કહેવાય છે કે વિરાટ અને અનુષ્કા બન્ને બાળકોને લઈને લંડનમાં સ્થાયી થઈ જવા વિચારે છે. વિરાટના નાનપણના કોચ રાજકુમાર શર્માએ આ વાતને સમર્થન આપ્યું હોવાનું મનાય છે.
કોહલી-પરિવારનું લંડનમાં ઘર છે અને તેઓ વારંવાર ત્યાં જાય છે. એ બાબતને ધ્યાનમાં રાખીને જ થોડા દિવસથી એવી ચર્ચા થઈ રહી છે કે વિરાટ-અનુષ્કા લંડન જવાના પ્લાનિંગમાં છે. જોકે તેઓ ક્યારે સંભવિત યોજનાને અમલમાં મૂકશે એ હાલમાં કહેવું અઘરું છે. તેમની ચાર વર્ષની પુત્રીનું નામ વામિકા અને 10 મહિનાના દીકરાનું નામ અકાય છે.
રવિચન્દ્રન અશ્વિને બુધવારે નિવૃત્તિ જાહેર કરી દીધી એને પગલે હવે ટીમના બાકીના બે સૌથી અનુભવી ખેલાડીઓ વિરાટ કોહલી તથા રોહિત શર્માની નિવૃત્તિ ક્યારે? એવા સવાલ પર સોશિયલ મીડિયામાં ચર્ચા થઈ રહી છે.
આ પણ વાંચો : AUS vs IND 4th Test: મેલબોર્ન એરપોર્ટ પર વિરાટ મીડિયાકર્મી પર ગુસ્સે થયો, જાણો શું ભૂલ કરી હતી
વિરાટ કોહલીનું દિલ્હીમાં નિવાસસ્થાન છે અને મુંબઈમાં પણ એક આલીશાન ઘર છે. અલીબાગમાં તેનો એક બંગલો છે જે તેણે વેકેશન માટે ખરીદ્યો છે. ગુરુગ્રામ (ગુડગાંવ)માં ડીએલએફ-વન ફેઝમાં વિરાટનું જે નિવાસસ્થાન છે એની કિંમત 80 કરોડ રૂપિયા છે. મુંબઈના ઘરની કિંમત અંદાજે 34 કરોડ રૂપિયા અને અલીબાગના બંગલાની કિંમત 19 કરોડ રૂપિયા છે.
ટૂંકમાં, વિરાટના તમામ ઘર આલીશાન અને ખૂબ મોંઘા છે, પરંતુ તે વારંવાર ફૅમિલી સાથે લંડનમાં રહેતો હોવાથી તે નજીકના ભવિષ્યમાં ત્યાં જ સ્થાયી થઈ જશે એવું લાગે છે.