શું મ્યાનમારની અરાકાન આર્મી બાંગ્લાદેશની અંદર 270 કિમી સુધી ઘૂસી ગઈ? સત્ય જાણો
બાંગ્લાદેશમાં હિંદુઓ પર થઇ રહેલા અત્યાચારોના અહેવાલો તો રોજના થઇ ગયા છે. બાંગ્લાદેશની સરકાર બૌદ્ધો અને હિંદુઓ પર થઇ રહેલા અત્યાચારોથી વાકેફ છે, પણ તેણે તેમની સુરક્ષાની ક્યારેય પરવા કરી નથી. દરમિયાન એક એવા સમાચાર આવ્યા છે જેણે બાંગ્લાદેશ માટે સંકટ ઊભું કર્યું છે. એમ જાણવા મળ્યું છે કે બાંગ્લાદેશની 271 કિલોમીટરની સરહદ પર કોઈએ કબજો કરી લીધો છે.
બાંગ્લાદેશની સરહદ જેમ ભારતને મળે છે, તેમ એની સરહદ મ્યાંનમારને પણ મળે છે. બાંગ્લાદેશની સરહદ જ્યાં આગળ મ્યાંનમારને મળે છે, એ વિસ્તારનું નામ રખાઇન છે. મ્યાનમારના બૌદ્ધોની અરાકાન આર્મીએ બાંગ્લાદેશમાં ઘૂસ્યા હોવાનો દાવો કર્યો છે. એક ટ્વિટર પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે અરાકાન આર્મી ભારતને ખુશ કરવા માટે બાંગ્લાદેશ પર હુમલા કરી રહી છે અને તેણે બાંગ્લાદેશના 271 કિલોમીટર જેટલા વિસ્તાર પર કબજો કરી લીધો છે.
બાંગ્લાદેશમાં શેખ હસીનાની સામે થયેલા બળવા અને તેમની સરકારના પતન બાદ હિંદુઓ પર થયેલા અમાનુષી અત્યાચારોથી દુનિયાભરના હિંદુ ચોંકી ગયા છે. ભારતના હિંદુઓ તો એટલા બધા ગુસ્સામાં છે કે તેઓ બાંગ્લાદેશ પર સૈન્ય હુમલાની માંગ કરી રહ્યા છે. આ દરમિયાન અરાકાન આર્મી દ્વારા હુમલાના દાવા કરવામાં આવી રહ્યા છે. આવો જાણીએ આ દાવામાં કેટલી સચ્ચાઇ છે.
એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારત સરકારે મ્યાનમારને ખુશ કરવા માટે બટાટાની નિકાસ કરી હતી અને હવે મ્યાનમારની અરાકાન આર્મી ભારત સરકાર વતી બાંગ્લાદેશમાં પ્રોકસી વોર લડી રહી છે અને તેણે બાંગ્લાદેશના 271 કિમી. જેટલા સરહદીય વિસ્તાર પર કબજો કરી લીધો છે. અરકાન આર્મીએ બાંગ્લાદેશના ટેકનાફમાં કેટલાક વિસ્તારો પર કબજો કરી લીધો છે. જોકે, આ વાતની પુષ્ટિ થઈ નથી હકીકત તદ્દન અલગ છે.
આ પણ વાંચો : પેલેસ્ટાઇન બાદ હવે બાંગ્લાદેશી હિંદુઓને સમર્થન કરતી બેગ લઈને સંસદ પહોંચ્યા પ્રિયંકા ગાંધી
અરાકાન આર્મીના નિયંત્રણ હેઠળનો 271 કિમી વિસ્તાર સરહદની લંબાઈ છે અને બાંગ્લાદેશની અંદરનો વિસ્તાર નથી. એ વાત સાચી છે કે મ્યાનમારની અરાકાન આર્મીએ બાંગ્લાદેશની સરહદ પર કબજો કરી લીધો છે. જો કે અરાકાન આર્મી બાંગ્લાદેશની અંદર ઘૂસી ગઈ છે તે વાત સંપૂર્ણપણે ખોટી છે. તપાસમાં સોશિયલ મીડિયા પર જે દાવા કરવામાં આવી રહ્યા છે તે ભ્રામક હોવાનું બહાર આવ્યું છે.
અરાકન આર્મીની પાસે લગભગ 30 હજાર લડાયક અને અદ્યતન હથિયારો છે. અરાકન આર્મી મ્યાનમારમાં સ્વતંત્રતા, ન્યાય, સમાનતા અને આત્મનિર્ણયના અધિકાર માટે લડી રહી છે.