મહાકુંભ માટે ‘ફ્રી ટ્રેન ટ્રાવેલ’ની જાહેરાત? જાણો હકીકત
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહા કુંભમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહા કુંભ મેળા દરમિયાન સામાન્ય ડબ્બામાં ટિકિટ વિનાની મુસાફરી સંબંધિત સમાચારો પર રેલવે મંત્રાલયે સ્પષ્ટતા આપી છે. રેલ્વેએ સ્પષ્ટતા કરી કે મુસાફરોને મફત મુસાફરીની મંજૂરી આપવાના સમાચાર સંપૂર્ણપણે પાયાવિહોણા અને અફવા છે.
એક દિવસ પહેલા કેટલાક અખબારો અને ટીવી ચેનલોમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે મહાકુંભ 2025 માટે રેલવે દ્વારા એક વિશેષ યોજના બનાવવામાં આવી રહી છે.
Also Read – ભારત -ચીન વચ્ચેના સંબંધોમાં સુધારો, કૈલાશ-માન સરોવર યાત્રા ફરીથી શરૂ થશે
સમાચારમાં કહેવામાં આવ્યું હતું કે મહાકુંભથી પરત ફરતા મુસાફરો ટ્રેનના જનરલ કોચમાં 200 થી 250 કિમીનું અંતરની મુસાફરી મફત કરી શકે છે, પરંતુ હવે આ અંગે રેલવે મંત્રાલય દ્વારા સ્પષ્ટતા જારી કરવામાં આવી છે. રેલ્વે મંત્રાલયે કહ્યું કે ભારતીય રેલ્વેના ધ્યાનમાં આવ્યું છે કે કેટલાક મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે મહા કુંભ મેળા દરમિયાન મુસાફરોને મફતમાં મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે, અમે આ અહેવાલોનું ખંડન કરીએ છીએ, કારણ કે આ અહેવાલો સંપૂર્ણપણે પાયાવિહોણા અને ખોટા છે.
રેલવેએ એમ પણ જણાવ્યું હતું કે માન્ય ટિકિટ વિના મુસાફરી કરવી એ ભારતીય રેલવેના નિયમો હેઠળ સજાપાત્ર ગુનો છે. અને તે સજાપાત્ર ગુનો છે. મહા કુંભ મેળા કે અન્ય કોઈ પ્રસંગ દરમિયાન મફત મુસાફરીની કોઈ જોગવાઈ નથી.