સ્પોર્ટસ

ફેમસ ક્રિકેટરે પુત્રને ઑસ્ટ્રેલિયાની ટૂર માટેની ટીમમાં સિલેક્ટ કર્યો!

એજબેસ્ટન: કોઈ ખ્યાતનામ ક્રિકેટર-પિતાને સિલેક્ટર કે હેડ-કોચ તરીકે પોતાના પુત્રને ટીમમાં સિલેક્ટ કરવાનું સૌભાગ્ય ભાગ્યે જ મળે. સુનીલ ગાવસકર પછી તેમના પુત્ર રોહનની કરિયર બહુ લાંબી નહોતી ચાલી. સચિન તેંડુલકર પછી હવે તેનો પુત્ર અર્જુન અને રાહુલ દ્રવિડ પછી તેનો દીકરો સમિત ક્રિકેટના મેદાન પર ઊતર્યો છે.

આ ત્રણ ભારતીય લેજન્ડમાંથી કોઈ પણ ખેલાડી સિલેકટર નથી બન્યા. જોકે ઇંગ્લૅન્ડની વાત કરીએ તો એન્ડ્રયુ ફ્લિન્ટોફને આ સૌભાગ્ય પ્રાપ્ત થયું છે.
પેસ બોલિંગ ઑલરાઉન્ડર એન્ડ્રયુ ફ્લિન્ટોફ 47 વર્ષનો છે. ઇંગ્લેન્ડ વતી 1998થી 2009 દરમ્યાન તે કુલ 227 આંતરરાષ્ટ્રીય મૅચ રમ્યો હતો જેમાં તેણે કુલ 7000થી વધુ રન બનાવ્યા હતા અને 400 જેટલી વિકેટ લીધી હતી. આઇપીએલમાં તે ચેન્નઈ વતી રમ્યો હતો.

એન્ડ્રયુ ફ્લિન્ટોફ ઇંગ્લૅન્ડ લાયન્સ નામની ટીમનો હેડ-કોચ છે. ટીમ સિલેક્શનમાં ખેલાડી પસંદ કરવાની સત્તા પણ મળતી હોવાથી એન્ડ્રયુને પુત્ર રૉકી ફ્લિન્ટોફને ઑસ્ટ્રેલિયા ખાતેના પ્રવાસ માટેની ટીમમાં સામેલ કરવાનું સૌભાગ્ય મળ્યું છે.

Also Read – દરેકનો સમય આવતો હોય, આજે મારો આવી ગયોઃ અશ્વિન…

ઑલરાઉન્ડર રૉકી ફ્લિન્ટોફ 16 વર્ષનો છે. તે બૅટર અને પેસ બોલર છે. ઑસ્ટ્રેલિયાના પ્રવાસમાં તેના હેડ-કોચ પિતાની જવાબદારી પુત્ર રૉકી ઉપરાંત ટીમના તમામ યુવા ખેલાડીઓનો પર્ફોર્મન્સ સુધારવાની હશે.
આ મહિનાની શરૂઆતમાં સાઉથ આફ્રિકા ખાતેના પ્રવાસ માટેની ઇંગ્લૅન્ડ લાઇન્સ ટીમમાં રોકીનો સમાવેશ છેલ્લી ઘડીએ કરવામાં આવ્યો હતો. હેડ-કોચ તરીકે તેના પિતા એન્ડ્ર્યુની એ પહેલી ટૂર હતી.

રૉકી ફ્લિન્ટોફ ફક્ત 11 ડોમેસ્ટિક મૅચ રમ્યો છે જેમાં તેણે 250 જેટલા રન બનાવ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button