MPs in Blue: આંબેડકર મામલે થયેલા વિવાદનો વિરોધ કરવા નેતાઓ આવ્યા ડ્રેસકોડમાં
નવી દિલ્હીઃ ભારતીય સાંસદમાં દરરોજ કંઈક નવા નવા વિવાદો ઊભા થાય છે. ગઈકાલે ગૃહ પ્રધાન અમિત શાહના ડો. બાબાસાહેબ આંબેડકર વિશેના કથિત નિવેદન બાદ સંસદભવનમાં અને બહાર હોબાળો મચ્યો હતો. શાહે સ્પષ્ટતા આપી હોવા છતાં આજે વિરોધપક્ષોએ વિરોધ પ્રદર્શન કર્યા હતા અને સંસદભવનની બહાર ધક્કામુક્કી પણ થઈ હોવાના અહેવાલો છે.
આંબેડકર વિશેના નિવેદનનો વિરોધ કરવા માટે સાંસદોએ ડ્રેસ કોડ પણ ફોલો કર્યો હતો. આજે વિપક્ષના નેતા રાહુલ ગાંધી બ્લ્યુ ટીશર્ટમાં આવ્યા હતા તો બહેન અને સાંસદ પ્રિયંકા ગાંધી પણ પ્લેન બ્લ્યુ સાડીમાં આવ્યા હતા. આંબેડકરી સંગંઠનો સાથે જોડાયેલા નેતાઓ પણ બ્લ્યુ કલરના કપડામાં આવ્યા હતા.
Also Read – આંબેડકર પર ટીપ્પણી બાબતે કોંગ્રેસ આક્રમક, અમિત શાહ સામે આજે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન
બન્ન ભાઈબહેનોએ બ્લ્યુ કલર પહેરી રાજનૈતિક સંકેતો આપ્યા છે. સંસદભવનની બહાર જયભીમના નારા પણ લાગ્યા હતા. એક બહુ મોટો વર્ગ છે જે બાબાસાહેબને આજેપણ ભગમાનની જેમ પૂજે છે અને દેશના બંધારણના ઘડવૈયા તરીકે તે સૌ કોઈ માટે આદરણીય છે.
બીજી બાજુ અમિત શાહે સ્પષ્ટ કર્યુ હતું કે તેમણે આવું કોઈ અપમાનજનક નિવેદન આપ્યું નથી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કૉંગ્રેસે આંબેડકરના કરેલા અપમાન વિશે ભાષણ આપ્યું હતું. જોકે આ મુદ્દે હવ દેશભરમાં વિવાદો ચાલી રહ્યા છે.