‘આપલા દવાખાના’માં બ્લડ ટેસ્ટની સુવિધા બંધ ગરીબ દર્દીઓને હાલાકાી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈના આર્થિક દૃષ્ટ્રિએ ગરીબ રહેલા દર્દીઓ માટે મુંબઈ મહાનગરપાલિકાએ ચાલુ કરેલી ‘આપલા દવાખાના’માં તમામ પ્રકારના બ્લડ ટેસ્ટ બંધ કરી દેવામાં આવ્યા છે. તેથી ગરીબ દર્દીઓને ખાનગી લેબોરેટરીમાં મોંધા ભાવે આ ટેસ્ટ કરાવવા પડી રહ્યા છે. પાલિકાના એક અધિકારીના કહેવા મુજબ બ્લડ ટેસ્ટ કરવા માટે પાલિકાએ નીમેલા કૉન્ટ્રેક્ટરની મુદત પૂરી થવાની આ પરિસ્થિતિ નિર્માણ થઈ છે. જોકે પાલિકાએ સમયસર કૉન્ટ્રેક્ટરની નિમણૂક કરી હોય તો ગરીબ દર્દીઓને આવી તકલીફનો સામનોે કરવાની નોબત આવતે નહીં. પાલિકાના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ ‘આપલા દવાખાના’માં નીમવામાં આવેલા કૉન્ટ્રેક્ટરની મુદત પૂરી થઈગઈ છે. નવેસરથી ટેન્ડર પ્રક્રિયા ચાલી રહી છે. હાલ દર્દીઓને તકલીફ થાય નહીં તે માટે આવશ્યક વૈદ્યકીય સામાન ઉપલબ્ધ કરીને સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. આ સેમ્પલ ટેસ્ટ માટે સંબંધિત કર્મચારીઓના માધ્યમથી નજીકની પાલિકાના દવાખાનામાં મોકલવામાં આવી રહ્યા છે.
મુંબઈના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ગરીબ લોકોના ઘરથી એકદમ નજીક મફતના દરે સારવાર મળી રહે તે માટે પાલિકાએ ‘હિંદુહૃદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે આરોગ્ય કેન્દ્ર’ યોજના ચાલુ કરી હતી. મુંબઈમાં ૧૭ નવેમ્બર, ૨૦૨૨ના રોજ ‘આપલા દવાખાના’ યોજના ચાલુ કરવાાં આવી હતી. આ ઠેકાણે દર્દીઓને દાંતની, મહિલાઓ માટે નિષ્ણાત ડૉકટર, બાળરોગ નિષ્ણાત, જનરલ ફિઝિશિયન, ત્વચા રોગના નિષ્ણાતોની સુવિધા સહિત પાલિકાના દરમાં એક્સરે, સોનોગ્રાફી, ઈસીજી, સિટી સ્કૅન, એમ.આર.આઈ મૅમોગ્રાફી સુવિધા ઉપલબ્ધ કરી આપવામાં આવે છે.
Also read: ‘Live-in Relationship’માં રહેતા યુગલ માટે કોર્ટે આપ્યો મોટો ચુકાદો, અટકાવી શકાય નહીં…
‘આપલા દવાખાના’માં ૧૪૭ ટેસ્ટ મફતમાં કરવામાં આવે છે. પાલિકા તરફથી ખાનગી અને નામાંકિત લેબોરેટરી સાથે કરાર કરીને જુદા જુદા પ્રકારના ૧૪૭ ટેસ્ટ મફતમાં કરવામાં આવી રહ્યા છે. આ આરોગ્ય કેન્દ્ર રાતના ૧૦ વાગ્યા સુધી ચાલુ હોવાથી નોકરિયાત વર્ગને મોટો ફાયદો થયો હતો. હાલ મુંબઈ શહેર અને ઉપનગરમાં ૨૫૦ ઠેકાણે આ સુવિધા ઉપલબ્ધ છે.