આમચી મુંબઈટોપ ન્યૂઝ

સ્પીડ બોટ સાથે અથડાવાને કારણે બોટમાં પાણી ભરાવા લાગ્યું અને…’, મુંબઈ બોટ અકસ્માતમાં બચી ગયેલા વ્યક્તિએ કહ્યું કે…

મુંબઈ: મુંબઈના ગેટવે ઓફ ઈન્ડિયાની સામે દરિયામાં નેવીની સ્પીડ બોટ કાબૂ બહાર થઈને પ્રવાસીઓથી ભરેલી બોટ નીલકમલ સાથે અથડાઈ હતી. બુધવારે સાંજે બનેલી આ દુર્ઘટનામાં 13 લોકોએ જીવ ગુમાવ્યા હતા, જેમાં 3 ખલાસીઓનો પણ સમાવેશ થાય છે. રેસ્ક્યુ ઓપરેશનમાં અન્ય 101 લોકોને બચાવી લેવાયા છે. દુર્ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે અરબી સમુદ્રમાં ચક્કર લગાવી રહેલી નૌકાદળની એક બોટ અચાનક નીલકમલ તરફ આગળ વધે છે અને તેને ટક્કર મારે છે. આ અકસ્માતમાં બચી ગયેલા 45 વર્ષીય ગણેશે આ ઘટનાનું વર્ણન કર્યું છે. તેણે કહ્યું હતું કે ટક્કર બાદ ખબર પડી કે તે નેવીની બોટ હતી. જ્યારે સ્પીડ બોટ અમારી તરફ ઝડપથી આગળ વધી રહી હતી, ત્યારે જ મારા મનમાં એવો વિચાર આવી ગયો કે કંઈક અમંગળ બનવાનું છે.

નૌકાદળની સ્પીડ બોટ નીલકમલ બોટ સાથે અથડાઈ ત્યારે ગણેશ બોટના ડેક પર ઊભો હતો. તેમણે કહ્યું હતું કે, “અમને ઘટના પછી ખબર પડી કે સ્પીડ બોટ નેવીની છે. જ્યારે અમારી બોટ મુંબઈ નજીક એલિફન્ટા ટાપુ તરફ જઈ રહી હતી ત્યારે તે અરબી સમુદ્રમાં ચક્કર લગાવી રહી હતી. હું બપોરે 3.30 વાગ્યે બોટમાં ચડ્યો હતો. તેણે આગળ કહ્યું હતું કે, “એક ક્ષણ માટે મારા મગજમાં એવો વિચાર આવ્યો કે નૌકાદળની બોટ અમારી બોટ સાથે અથડાઈ શકે છે, અને તે પછીની થોડીક સેકન્ડોમાં એવું જ બન્યું. હું હોડીના તૂતક પર ઊભો હતો.

આ દુર્ઘટના બાદ બચાવી લેવામાં આવેલા લોકોમાં હૈદરાબાદનો રહેવાસી ગણેશ પણ સામેલ છે. તેમણે એમ પણ કહ્યું હતું કે બોટમાં બાળકો સહિત 100થી વધુ મુસાફરો સવાર હતા. ગણેશે કહ્યું કે, “જ્યારે હું અરબી સમુદ્ર અને મુંબઈના આકાશ તરફ જોઈ રહ્યો હતો, ત્યારે બોટ કિનારાથી લગભગ 8 થી 10 કિમી દૂર હતી, મેં જોયું કે એક સ્પીડ બોટ અમારી બોટની પાસે પૂરપાટ ઝડપે ફરતી હતી “અમારી બોટ સાથે બોટ અથડાતાની સાથે જ દરિયાનું પાણી અમારી બોટમાં આવવાનું શરૂ થયું, ત્યારબાદ બોટના કેપ્ટને મુસાફરોને લાઇફ જેકેટ પહેરવાનું કહ્યું કારણ કે બોટ પલટી જવાની હતી,” એમ તેમણે કહ્યું હતું.
ગણેશે કહ્યું કે, “મેં લાઇફ જેકેટ લીધું અને સમુદ્રમાં કૂદી ગયો.

Also read: વિધાનસભા સત્રઃ મહારાષ્ટ્રમાં શાસક પક્ષના ઠરાવ પર ગેરહાજર વિધાનસભ્યોની સહી

હું 15 મિનિટ સુધી સ્વિમિંગ કરતો રહ્યો પછી મને નજીકની અન્ય બોટ દ્વારા બચાવી લેવામાં આવ્યો અને અન્ય લોકો સાથે હું ગેટવે ઓફ ઇન્ડિયા પર પહોંચ્યો.” તેમણે કહ્યું કે નેવી, કોસ્ટ ગાર્ડ અને મરીન પોલીસની બચાવ ટુકડીઓ અથડામણના અડધા કલાકની અંદર બોટ પાસે પહોંચી ગઈ હતી. હું બચાવી લેવામાં આવેલા 10 મુસાફરોના પ્રથમ જૂથમાં હતો. ગણેશે એમ પણ જણાવ્યું હતું કે બોટમાં મુસાફરી કરી રહેલા નૌકાદળના એક જવાનનું અકસ્માતમાં પગ કપાઈ જવાને કારણે મૃત્યુ થયું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button