આમચી મુંબઈ

મુંબઈગરાઓ કપડાની થેલી લઈને નીકળવાની આદત પાડી લો નવા વર્ષે પ્લાસ્ટિકની થેલી સાથે પકડાયા તો ૫૦૦ રૂપિયાનો દંડ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં પ્લાસ્ટિકની થેલીઓને કારણે વધતા પ્રદૂષણને કારણે પર્યાવરણને મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે. તેથી ૨૬ જુલાઈ, ૨૦૦૫ની પૂર જેવી પરિસ્થિતિને ટાળવા તથા પર્યાવરણનું સંરક્ષણ કરવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ હવે બજારમાં પ્લાસ્ટિકની થેલીઓ વાપરવા પર પ્રતિબંધ મૂકવાની છે. તેથી દુકાનદાર સહિત ગ્રાહકોને પણ બજારમાં કપડાની થેલી જ વાપરવી પડવાની છે. જો દુકાનદાર અથવા ગ્રાહક પાસે પ્લાસ્ટિકની થેલી મળી આવી તો ૫૦૦ રૂપિયા સુધીનો દંડ ચૂકવવો પડશે. નવા વર્ષથી પાલિકા આ ઝુંબેશને વધુ આકરી બનાવવાની છે.


મુંબઈના નાગરિકો માટે પાલિકાએ ૯૧ માર્કેટ બનાવી છે, જેમાં માહિમની ગોપી ટૅંક માર્કેટ, દાદરની ક્રાંતિસિંહ નાના પાટીલ માર્કેટ, નળ બજારની મિર્ઝા ગાલિબ માર્કેટ, ગ્રાન્ટ રોડની લોકમાન્ટ ટિળક માર્કેટ, ફોર્ટ પરિસરની મહાત્મા ફુલે ક્રાફર્ડ માર્કેટનો સમાવેશ થાય છે. પાલિકાની આ બજારનો વિકાસ કરતા સમયે આ ઠેકાણે પર્યાવરણનું સંવર્ધન કરવા માટે ઉપાયયોજના પણ અમલમાં મૂકવામાં આવવાની છે, જેમાં પર્યાવરણને નુકસાન પહોંચાડનારી પ્લાસ્ટિકની થેલીઓ પર પ્રતિબંધ મૂકીને પર્યાવરણને અનુરૂપ વસ્તુઓનો ઉપયોગ ફરજિયાત કરવામાં આવવાનો છે.

ભીના કચરામાંથી કમ્પોસ્ટ ખાતર
પાલિકાની બજારમાં દરરોજ હજારો મેટ્રિક ટન શાકભાજી તથા ફશો આવે છે. તેમાંથી સેંકડો ટન ભીનો કચરો નિર્માણ થાય છે. આ કચરો પાલિકાના ડમ્પિંગ ગ્રાઉન્ડમાં નાખવામાં આવે છે. જોકે હવે ભીના કચરામાંથી કમ્પોસ્ટ ખાતર તૈયાર કરવામાં આવવાનું છે. તે માટે આવશ્યક યંત્રણા નિર્માણ કરવામાં આવશે. તો સૂકા કચરાનો નિકાલ કરવા માટે પણ યંત્રણા ઊભી કરાશે. તેથી બજારમાંથી નીકળતા ભીના અને સૂકા કચરાની સમસ્યાનો અંત આવશે અને પાલિકાની માર્કેટમાં આવતી ગંદી વાસથી છૂટકારો મળશે.

Also read: અમેરિકાના વિઝા માટે બોગસ દસ્તાવેજો:મહેસાણાના યુવાન સહિત ચાર સામે ગુનો…

પૂર માટે પ્લાસ્ટિકની થેલી જવાબદાર હતી
મુંબઈમાં ૨૬ જુલાઈ, ૨૦૦૫ના આવેલા વિનાશકારી પૂરને કારણે આખું મુંબઈ પાણીમાં ડૂબી ગયું હતું. આવો બનાવ ભવિષ્યમાં બને નહીં તે માટે ૨૦૦૬થી ‘બ્રિમસ્ટ્રોવૅડ’ પ્રોજેક્ટ અંતર્ગત પાલિકા જુદી જુદી ઉપાયયોજના અમલમાં લાવીને પાણી ભરાવવાના સ્થળ ઘટાડી રહી છે. ૨૬ જુલાઈ, ૨૦૦૫ના આવેલા પૂર માટે જોકે પ્લાસ્ટિકની થેલીઓને પણ જવાબદાર ગણવા આવી હતી. પ્લાસ્ટિકની થેલીઓ ગટરમાં અને વરસાદી પાણીનો નિકાલ કરનારી પાઈપલાઈનમાં ફસાઈ ગઈ હોવાને કારણે વરસાદી પાણીનો નિકાલ થઈ શક્યો નહોતો. તેથી પાલિકાએ મુંબઈને પ્લાસ્ટિક મુક્ત કરવા માટે મથી રહી છે.

Also read: વિધાનસભા સત્રઃ મહારાષ્ટ્રમાં શાસક પક્ષના ઠરાવ પર ગેરહાજર વિધાનસભ્યોની સહી

૪૨ લાખનો દંડ વસૂલ
મુંબઈ મહાનગરપાલિકાએ ૨૦૨૪માં પ્લાસ્ટિક વિરુદ્ધ વિશેષ ઝુંબેશ હાથ ધરી હતી, જેમાં કાર્યવાહીમાં ૪૪,૪૪૮ ઠેકાણે ઈન્સ્પેકશન કરવામાં આવ્યા હા. તેમાંથી ૮૩૩ પ્રકરણમાં ૩,૧૪૮ કિલો પ્લાસ્ટિક મળી આવ્યું હતું અને તેમાંથી ૪૧ લાખ ૭૦૧ હજાર રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button