ફોર્બ્સ ઈન્ડિયામાં આ વખતે પણ અંબાણી-અદાણીનો દબદબો…
ફોર્બ્સે ઇન્ડિયા દ્વારા દર વર્ષે ભારતના અમીરોની યાદી જાહેર કરવામાં આવે છે આ વખતની યાદીમાં પણ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ ફર એક વખત બાજી મારી છે. ફરી એકવાર 92 અબજ ડૉલરની સંપત્તિ સાથે મુકેશ અંબાણી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે જ્યારે એમની પાછળ પાછળ જ 68 અબજ ડોલરની સંપત્તિ સાથે ગૌતમ અદાણી બીજા નંબરે આવે છે.
ફોર્બ્સ દ્વારા આપવામાં આવેલી અનુસાર, આ તમામ 100 લોકોની સંયુક્ત સંપત્તિ 799 ડોલર બિલિયન જેટલી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ગૌતમ અદાણીએ આ યાદીમાં ટોપ કર્યું હતું. તાજેતરમાં હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટની યાદી પણ બહાર પાડવામાં આવી હતી અને આ યાદીમાં પણ મુકેશ અંબાણીએ પ્રથમ સ્થાન હાંસિલ કર્યું હતું.
જો આંકડાઓ પર નજર કરીએ તો મુકેશ અંબાણીની સંપત્તિમાં દર વર્ષે ચાર ગણો વધારો જોવા મળ્યો છે. 2014ની વાત કરીએ તો એ સમયે મુકેશ અંબાણીની સંપત્તિ 1,65,100 કરોડ રૂપિયા જેટલી હતી અને હવે તે વધીને આશરે 8,08,700 કરોડ રૂપિયા થઈ ગઈ છે.
નામ સંપત્તિમુકેશ અંબાણી --> 92 અબજ ડૉલર
ગૌતમ અદાણી --> 68 અબજ ડૉલર
શિવ નાદર --> 29.3 અબજ ડૉલર
સાવિત્રી જિંદાલ --> 24 અબજ ડૉલર
રાધાકિશન દામાણી --> 23 અબજ ડૉલર
સાયરસ પૂનાવાલા --> 20.7 અબજ ડૉલર
હિન્દુજા ગ્રુપ --> 20 અબજ ડૉલર
દિલીપ સંઘવી --> 19 અબજ ડૉલર
કુમાર બિરલા --> 17.5 અબજ ડૉલર
શાપુર મિસ્ત્રી એન્ડ ગ્રુપ --> 16.9 અબજ ડૉલ