ડાકોર-દ્વારકાના દર્શનાર્થીઓ માટે મહત્ત્વના સમાચારઃ મંદિરના દર્શનના સમયમાં થયો ફેરફાર…
દ્વારકા: ધનુર્માસના પ્રારંભ થતાં ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર અને દ્વારકામાં દર્શન સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ સમયે સૂર્ય એક મહિના સુધી ધન રાશિમાં રહે છે. આ ધન રાશિમાં સૂર્યનું રહેવું તેને ધનુર્માસ, ધનાર્ક અથવા વિવાહાદિ વ્યાવહારિક દૃષ્ટિએ શુભ ગણાતા કાર્યોમાં કમુહૂર્તારૂપ ધનારક પણ કહેવાય છે.
ડાકોરમાં દર્શન સમયમાં ફેરફાર
પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ભગવાન રણછોડરાયજીના દર્શન સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવેથી ડાકોર મંદિરે આવનારા યાત્રિકો ભગવાન રણછોડજીની મંગળા આરતીના દર્શન સવારે 06:15 કલાકે થશે. ધનુર્માસનો પ્રારંભ થયો હોવાથી સવારે 6:45 વાગે યોજાતી મંગળા આરતીના સમયમાં ફેરફાર કરાયો છે. મંગળા આરતીનો સમય 6:45 વાગ્યાનો હતો જે હવે થશે સવારે 6:15 વાગ્યે થશે. આ સાથે જ રણછોડરાયજીને વિશેષ ભોગ પણ ધરાવવામાં આવશે અને ભગવાનને પ્રાતઃ સવારે ધર્નુમાસની વિશેષ ખીચડીનો ભોગ ધરાવવામાં આવે છે.
જગતમંદિરમાં પણ સમયમાં થયો ફેરફાર
દ્વારકાધીશ જગતમંદિરમાં ધનુર્માસના ઉત્સવો દરમિયાન ભગવાન રણછોડરાયજીના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ધનુર્માસ દરમિયાન 19 ડિસેમ્બર 2024ને મંગળવારને ધનુર્માસના રોજ મંગલા આરતી સવારે 5.30 કલાકે, અનોસર 10.30 કલાકે, ઉત્થાપન સાંજે 5.00 કલાકે તથા ત્યાર બાદનો કાર્યક્રમ રાબેતા મુજબનો રહેશે. તો 24 ડિસેમ્બર 2024 ગુરૂવારે ધનુર્માસના રોજ મંગલા આરતી સવારે 5.30 કલાકે, અનોસર 10.30 કલાકે ઉત્થાપન સાંજે 5.00 કલાકે તથા ત્યાર બાદનો કાર્યક્રમ રાબેતા મુજબનો રહેશે.
બાદમાં 2025ના જાન્યુઆરી માસમાં પણ ભગવાનના દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે જે મુજબ 07મી જાન્યુઆરીને મંગળવારે તથા 9મી જાન્યુઆરીને ગુરૂવારના રોજ મંગલા આરતી સવારે 5.30 કલાકે, અનોસર 10.30 કલાકે ઉત્થાપન સાંજે 5.00 કલાકે તથા ત્યાર બાદનો કાર્યક્રમ રાબેતા મુજબનો રહેશે.