‘એક દેશ, એક ચૂંટણી’ બિલ દરમિયાન ગડકરી-સિંધિયા સહિત 20 સાંસદો ગેરહાજર: પીએમ મોદીના એકહથ્થુ શાસનને ખુલ્લો પડકાર?
નવી દિલ્હી: ‘એક દેશ, એક ચૂંટણી’ બિલ લોકસભામાં રજુ કરવામાં આવ્યું હતું, આ બિલ ભાજપ માટે ખુબ જ મહત્વનું હતું, એક દેશ, એક ચૂંટણી 129મું બંધારણ (સુધારો) બિલ મંગળવારે એટલે કે 17મી ડિસેમ્બરના રોજ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. બિલ માટે સૌપ્રથમ ઈલેક્ટ્રોનિક મતદાન કરવામાં આવ્યું હતું. કેટલાક સાંસદોના વાંધા બાદ મતમાં ફેરફાર કરવા માટે ફરીથી સ્લિપ દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું. બિલ રજૂ કરવાના પક્ષમાં 269 મત અને વિપક્ષમાં 198 મત પડ્યા હતા. જેથી બિલ લોકસભામાં પસાર થઈ શક્યું ન હતું.
આ બંધારણીય સુધારા બિલ હોવાથી તે પસાર કરાવવા માટે સંસદમાં બે તૃતિયાંશ બહુમતી અનિવાર્ય હતી. જો કે નોંધવા જેવી બાબત એ છે કે ભાજપના જ 20 સાંસદો લોકસભામાં મતદાન દરમિયાન ગેરહાજર રહ્યા હતા. ભાજપે તમામ સાંસદોને વ્હિપ આપી હોવા છતાં તેઓ ગેરહાજર રહ્યા હતા. તે જ પ્રકારે એનડીએના સાથી પક્ષોના કેટલાક સાંસદો પણ ગેરહાજર રહ્યા હતા. ભાજપે ફરમાનનો અનાદર કરનારા સાંસદોને નોટિસ ફટકારી નિર્ણય કર્યો હતો. જો કે બિલના મહત્વને જોતા ભાજપના સાંસદોની સંપુર્ણ હાજરીની અપેક્ષા હતી પણ તે પ્રમાણે ન થતા આ બાબત મોદી સરકાર માટે આ મોટા ઝટકા સમાન મનાય છે.
ભારતીય જનતા પાર્ટી (BJP) કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી, જ્યોતિરાદિત્ય સિંધિયા અને ગિરિરાજ સિંહ, સીઆર પાટીલ, શાંતનુ ઠાકુર, જગદંબિકા પાલ, બીવાય રાઘવેન્દ્ર, વિજય બઘેલ, ઉદયરાજે ભોસલે, જગન્નાથ સરકાર, જયંત કુમાર રોય, વી સોમન્ના, ચિંતામણિ મહારાજ સહિત કુલ 20 સાંસદોને નોટિસ આપી ગૃહમાં હાજર ન રહેવા બાબતે લેખિતમાં કારણ જણાવવાનું કહેશે. આ બાબતે સૌથી ચોંકવનારી બાબત એ છે કે છેલ્લા 10 વર્ષના મોદી શાસનમાં કોઈ પણ સાંસદે ભાજપના વ્હિપના ઉલ્લંઘનની હિંમત કરી નથી, જો કે આ વખતે એક સાથે 20 સાંસદોએ નાફરમાની કરતા તેના ઘેરા રાજકિય પ્રત્યાઘાતો પડશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજકિય વિશ્લેષકોના મતે આગામી દિવસોમાં મોટા પ્રમાણમાં ભાજપ અને એનડીએના સાંસદો મોદી સરકારના નિર્ણયનો એકમતે વિરોધ કરી શકે છે.
ભાજપમાં વડાપ્રધાન મોદીના એકહથ્થું શાસનને ખુલ્લો પડકાર છે. આમ પણ વર્તમાન એનડીએ સરકારમાં બે જુથ પડી ગયા છે, એક પક્ષ પીએમ મોદીને વફાદાર જ્યારે બીજો પક્ષ કેન્દ્રિય પ્રધાન નિતીન ગડકરીને સમર્પિત છે. ગત લોકસભાની ચૂંટણીમાં ભાજપનો રકાસ થતાં વડાપ્રધાન મોદી સામે ભાજપ અને એનડીએમાં ધીમો પણ વિરોધનો સુર સંભળાઈ રહ્યો છે. લોકસભામાં માત્ર 140 બેઠકો પર જીતથી પાર્ટી પર મોદીની પકડ ઢીલી પડી છે. મોદી સામે શરૂ થયેલી આ બગાવત આગામી દિવસો કેવું સ્વરૂપ ધારણ કરે છે તેના પર સૌની નજર છે. હવે નરેન્દ્ર મોદી અને તેમના વફાદાર અમિત શાહ આ વિરોધના વંટોળને કઈ રીતે ડામે છે તે જોવું રહ્યું!