અમદાવાદ મેટ્રોમાં મુસાફરી વખતે ટિકિટની લાઇનમાં ઊભા રહેવાથી મળશે છૂટકારો, એપ્લિકેશન થઈ લૉન્ચ…
અમદાવાદઃ અમદાવાદમાં દરરોજ મોટી સંખ્યામાં લોકો મેટ્રો રેલ સેવાનો લાભ લે છે. મુસાફરોની સંખ્યા ધીમે ધીમે વધી રહી છે. અત્યાર સુધી જે લોકો મેટ્રોમાં મુસાફરી કરવા માંગતા હતા તેમને મેટ્રો સ્ટેશનથી ટિકિટ ખરીદવી પડતી હતી. પરંતુ હવે અમદાવાદ મેટ્રો દ્વારા એક મોબાઇલ એપ્લિકેશન શરૂ કરવામાં આવી છે. મુસાફરો હવે આ એપ દ્વારા ઓનલાઈન ટિકિટ બુક કરાવી શકે છે.
આ પણ વાંચો : અયોધ્યામાં ચાલી રહેલા આ કામને લીધે આ ટ્રેનો રદઃ જાણો વિગતો
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, તેની મોબાઇલ ટિકિટિંગ એપ્લિકેશન Ahmedabad Metro (Official) આજે લૉન્ચ કરવામાં આવી છે. મુસાફરો હવે આ એપ્લિકેશનનો ઉપયોગ કરીને તેમના મોબાઇલ દ્વારા મેટ્રો ટિકિટ સરળતાથી ખરીદી શકે છે.
આ પણ વાંચો : Gujarat માં શીત લહેર, હવામાન વિભાગે કરી કાતિલ ઠંડીની આગાહી
ટિકિટ ડેબિટ/ક્રેડિટ કાર્ડ તેમજ યુપીઆઈ દ્વારા ચૂકવી શકાય છે. આ એપ્લિકેશન એન્ડ્રોઈડ યૂઝર્સ માટે ગૂગલ પ્લે પર ઉપલબ્ધ છે અને 23/12/2024 થી તે iOS પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ થશે.