આપણું ગુજરાતરાજકોટ

રાજકોટ મનપા બાકી વેરાની રકમ વસૂલવા બાબતે આક્રમકઃ 9 મિલકત સીલ…

રાજકોટ: રાજકોટ મહાનગર પાલિકાની વેરા વસુલાત શાખા દ્વારા મનપા વિસ્તારમાં બાકી વેરાની સામે કડક કાર્યવાહી ચાલી રહી છે. રાજકોટ મનપાની વેરા વસુલાત શાખા દ્વારા રીકવરી ઝુંબેશમાં આજે વધુ 9 મિલકત સીલ કરીને ત્રણ નળ જોડાણ કાપવામાં આવ્યા છે. શહેરનાં જુદા-જુદા વોર્ડમાં મળીને કુલ 15 મિલકતો જપ્ત કરવામાં આવી હતી અને રૂ. 26.59 લાખની રિકવરી કરવામાં આવી હતી.

આ પણ વાંચો : ગુજરાતના ખેડૂતો માટે મોટા સમાચાર, શિયાળુ પાકના વાવેતર માટે સરકાર આપશે સિંચાઈ માટે પાણી…

રૂ. 26.59 લાખની રિકવરી

પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટ મનપાની વેરા વસુલાત શાખા દ્વારા બાકી વેરાની રીકવરી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં મનપાની વેરા વસૂલાત શાખાએ વધુ 9 મિલકત સીલ કરી છે અને શહેરનાં અલગ-અલગ વોર્ડમાં મળીને કુલ 15 મિલકતો જપ્ત કરવામાં આવી હતી. મનપા દ્વારા ઝુંબેશ દ્વારા રૂ. 26.59 લાખની રિકવરી કરવામાં આવી હતી.

9 મિલકત સીલ

મનપાની વેરા વસૂલાત શાખાએ વધુ 9 મિલકત સીલ કરી છે, જેમાં વોર્ડ નં. 2માં સુભાષનગરમાં એક યુનિટ સીલ મારી દેવાયુ છે, વોર્ડ નં. 3માં એક ડેલામાં નોટીસ અપાતા રીકવરી થઇ હતી. જ્યારે વોર્ડ નં. 4 કુવાડવા રોડના જય ગુરૂદેવ કોમ્પ્લેક્ષમાં દુકાન, મોરબી રોડની શાનદાર રેસીડેન્સીમાં દુકાન, આંગણવાડી બાજુમાં વેલનાથપરા-2માં પટેલ હાર્ડવેરને સીલ મારવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : ગુજરાત સરકારનો મોટો નિર્ણયઃ GIDCને જમીન ફાળવણીની નીતિમાં સુધારો

વોર્ડ નં. 5ના પેડક રોડ, રણછોડનગરમાં અને પેડક રોડ પારૂલ ગાર્ડન નજીક, અલ્કા પાર્કમાં બે નળ કનેક્શન કાપી નંખાયા હતા. આ ઉપરાંત પણ વોર્ડ નંબર 8, 12, 14, 15 અને 18માં પણ આ કાર્યવાહી કરવામાં આવી હતી. આજે 9 મિલકતોને સીલ કરી 15ને જપ્તીની નોટિસ આપવામાં આવી હતી. અને કુલ રૂ. 26.59 લાખની વસુલાત કરવામાં આવી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button