નવી સરકાર સમક્ષ માળખાકીય સુવિધાઓનું નેટવર્ક ઊભું કરવાનો પડકાર, ક્યા પ્રોજેક્ટ પૂર્ણ કરવા જરૂરી?
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સરકાર બન્યા બાદ મહાયુતિ સરકાર સામે અનેક પડકારોમાં સૌથી મોટો પડકાર રાજ્યમાં આર્થિક રોકાણ લાવવાનો, રોજગારીનું સર્જન કરવાનો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નેટવર્ક બનાવવાનો છે.
આ પણ વાંચો : અમિત શાહની આંબેડકર પર ટિપ્પણી સામે વિપક્ષનું વોકઆઉટ
રાજ્યમાં વધુ રોકાણ લાવવું હોય તો કોમ્યુનિકેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું સારું નેટવર્ક હોવું જરૂરી છે. નાગપુર-મુંબઈ સમૃદ્ધિ હાઈવે તેનું સારું ઉદાહરણ છે. જોકે આવા અનેક મોટા પ્રોજેક્ટને ઝડપથી અમલમાં મૂકવાની આવશ્યકતા છે.
પુણેનો રિંગ રોડ પ્રોજેક્ટ હોય કે પછી ચૂંટણી પહેલાં રદ કરવામાં આવેલો નાગપુર-ગોવા શક્તિપીઠ હાઇવે. મુંબઈમાં બાંદ્રાથી વિરાર સુધીનો કોસ્ટલ રોડ હોય કે પછી વિરાર-અલીબાગ કોરિડોર હોય કે પછી મુંબઈ-ગોવા હાઈવે હોય કે પછી સૂચિત પુણે-બેંગ્લોર એક્સપ્રેસ-વે. આ બધા પ્રોજેક્ટ્સને વહેલી તકે જાહેર સેવામાં લાવવાની જરૂરિયાત છે.
પુણે રીંગ રોડ વહેલી તકે પૂર્ણ થવો જોઈએ
જો ઔદ્યોગિકરણ અને નિકાસ વધારવી હોય તો ઝડપથી માલ પહોંચાડવો પડશે. જો કે રાજ્યના અનેક મહત્વના હાઈવે પર સતત ટ્રાફિક જામ રહે છે. ઉદાહરણ તરીકે, પુણે-બેંગલોર હાઇવે પર પુણે બાયપાસ. વીકેન્ડ્સમાં રાવેતથી કાત્રજ બોગદા સુધીના તબક્કાને પાર કરવામાં દોઢથી બે કલાકનો સમય લાગે છે. ઉદ્યોગોને આ બિલકુલ પોષાય તેમ નથી. તે માટે પુણે રીંગ રોડનું કામ યુદ્ધના ધોરણે પૂર્ણ કરવું જરૂરી છે.
મુંબઈની મેટ્રો લાઈનો ખોલવી જોઈએ
જો આપણે મુંબઈ-પુણેનો વિચાર કરીએ તો જાહેર પરિવહન વ્યવસ્થામાં ઝડપથી સુધારો કરવાની જરૂર છે. મુંબઈમાં ઘણી મેટ્રો લાઈનોનું કામ ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહ્યું છે. જ્યાં સુધી આ મેટ્રો લાઈનો ખોલવામાં નહીં આવે ત્યાં સુધી મુંબઈમાં ટ્રાફિકની ભીડ ઓછી થવાની કોઈ શક્યતા નથી. આ જ મુદ્દો પુણેને પણ લાગુ પડે છે.
તેથી, નવી સરકારમાં નગર વિકાસ, એમએમઆરડી અને એમએસઆરડીસીનો પોર્ટફોલિયો અત્યંત કાર્યક્ષમ અને દૂરંદેશી નેતાને સોંપવાની જરૂર છે. કારણ કે માત્ર આજની જરૂરિયાતો પૂરી કરવાની નહીં, પરંતુ આવતીકાલના મહારાષ્ટ્રના નિર્માણનો પાયો પણ નાખવા માટે પણ આવી આવશ્યકતા છે.
આ પણ વાંચો : મહારાષ્ટ્ર વિધાનસભામાં ‘શહેરી નક્સલવાદ’ને કાબુમાં લેવા માટેનું બિલ ફરીથી રજૂ કરાયું
રાજ્ય માટે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ
બારસુ રિફાઇનરી
સંભાજીનગર, જાલના જીલ્લામાં વિસ્તૃત એમ.આઈ.ડી.સી
નાગપુર-ગોવા શક્તિપીઠ હાઇવે
સમૃદ્ધિ હાઇવેની બાજુમાં ‘કૃષિ સમૃદ્ધિ કેન્દ્ર’ની સ્થાપના
જાલના-નાંદેડ એક્સપ્રેસ-વે (નાંદેડ, પરભણી જિલ્લાઓને ‘સમૃદ્ધિ’ સાથે જોડવા)
પુણે રીંગ રોડ
પુણે-શિરુર એલિવેટેડ રોડ (53 કિમી)
પુણે-સંભાજીનગર એક્સપ્રેસ-વે (આ પુણે શહેરને સમૃદ્ધિ હાઈવેથી જોડશે)
પુણે-બેંગ્લોર એક્સપ્રેસ-વે (કેન્દ્ર સરકારનો પ્રોજેક્ટ)
સુરત-સોલાપુર એક્સપ્રેસ-વે (કેન્દ્ર સરકારનો પ્રોજેક્ટ)
મુંબઈ-નાગપુર સમૃદ્ધિ હાઈવે ગઢચિરોલી તરફ લઈ જશે
પુણે-નાસિક એક્સપ્રેસ-વે (પ્રસ્તાવિત)
મુંબઈ વિસ્તારમાં ‘ઇન્ફ્રા’ પ્રોજેક્ટ
વાઢવાણ બંદર
નવી મુંબઈ એરપોર્ટ
નવી મુંબઈ એરપોર્ટથી અટલ સેતુને જોડતો દરિયાકાંઠાનો નિર્માણાધીન માર્ગ
મુંબઈ અને નવી મુંબઈ એરપોર્ટને જોડતી મેટ્રો લાઇન
‘કનેક્ટર’ અટલ સેતુને મુંબઈ-પુણે એક્સપ્રેસ-વે સાથે જોડવા માટે
વિરાર-અલીબાગ કોરિડોર
બાંદ્રા-વિરાર કોસ્ટલ રોડ
સમૃદ્ધિ હાઇવેનો બાકી તબક્કો
થાણેના ઘોડબંદર રોડ પર ટ્રાફિકની ભીડ ઘટાડવા માટે
થાણેમાં બાલકુમથી ઓવળા કોસ્ટલ રોડ
થાણે-ભિવંડી-કલ્યાણ મેટ્રો
સમર્થ નગર-કાંજુરમાર્ગ મેટ્રો
વડાલાથી થાણે મેટ્રો
માનખુર્દથી થાણે ફ્રી-વે
થાણે શહેરની અંદર મેટ્રો
આ પણ વાંચો : MVAના કાર્યકાળમાં ફડણવીસ અને શિંદે સામે કાવતરું ઘડાયાનો દરેકરનો આક્ષેપ
ઔદ્યોગિક ક્ષેત્રે છલાંગ લગાવવી જરૂરી છે
મહારાષ્ટ્ર દેશમાં સૌથી વધુ ઔદ્યોગિક અને શહેરીકૃત રાજ્ય છે. દેશની કુલ રાષ્ટ્રીય આવકમાં મહારાષ્ટ્રનો હંમેશા મોટો ફાળો રહ્યો છે. જેમ જેમ 21મી સદીના મધ્ય તરફ આગળ વધી રહ્યા છીએ તેમ તેમ રાજ્યે મોટી છલાંગ લગાવવી પડશે.
મહારાષ્ટ્ર ઘણા વર્ષોથી આઈટી અને ઓટો સેક્ટરનું હબ રહ્યું છે, પરંતુ હવે મહારાષ્ટ્રમાં ઈલેક્ટ્રિક કાર માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, સેમી-ક્ધડક્ટર ચિપ્સ, બેટરીઓનું ઉત્પાદન કરતા પ્રોજેક્ટ્સ સ્થાપવાની આવશ્યકતા છે.