મનોરંજન

એવું તે શું થયું કે Salim Khan પહોંચ્યા Malaika Arora ના દ્વારે? મલાઈકાએ આપ્યું આવું રિએક્શન…

બોલીવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા (Malaika Arora) પોતાની પ્રોફેશનલ લાઈફ કરતાં પણ પર્સનલ લાઈફને કારણે સૌથી વધુ ચર્ચામાં આવતી રહે છે. આ સિવાય મલાઈકા અરોરાની બીજી ઓળખ વિશે વાત કરીએ તો તે સલમાન ખાન (Salman Khan)ના ભાઈ અરબાઝ ખાન (Arbaaz Khan)ની એક્સ વાઈફ છે. જોકે, અરબાઝ અને મલાઈકાના છુટાછેડા થઈ ચૂક્યા છે. બંનેના સંબંધનો ભલે અંત આવી ગયો હોય પણ ખુશી હોય કે ગમ, આખો ખાન પરિવાર આજે પણ પોતાની વહુની સાથે જોવા મલે છે અને આ જ ખાસિયત ખાન પરિવારને બાકીના પરિવાર કરતાં અલગ બનાવે છે. આખો ખાન પરિવાર ફરી મલાઈકાના રેસ્ટોરાં પહોંચ્યો હતો, એ સમયના વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહ્યા છે.

આ પણ વાંચો : ‘Laapata Ladies’ ઓસ્કારની રેસમાંથી બહાર થતા હંસલ મહેતાએ FFIને ફટકાર લગાવી, X યુઝર્સે પણ નારાજગી વ્યક્ત કરી

સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલાં આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે સલીમ ખાન પોતાની પત્ની સલમા અને હેલન તેમ જ પૌત્ર નિર્વાણ અને સલમાન ખાનની બહેન અલવીરા પોતાના પરિવાર સાથે મલાઈકા અરોરાના નવા રેસ્ટોરાં પર પહોંચ્યા હતા. આ સમયે મલાઈકાના એક્સ હસબન્ડ અરબાઝ ખાન પણ પરિવાર સાથે જોવા મળી હતી અને આખા ખાન ખાનદાને પેપ્ઝને પોઝ આપ્યા હતા.

સલમાન ખાનની બહેન અલવીરા પોતાના પતિ અતુલ અગ્નિહોત્રી સાથે જોવા મળી હતી અને એ સમયે તેમનો દીકરો પણ તેમની જોવા મળી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે મલાઈકા અરોરાએ બાંદ્રા ખાતે પોતાનો નવો રેસ્ટોરાં શરૂ કરી છે. ખાન ફેમિલીને પોતાની રેસ્ટોરાં આવેલી જોઈને મલાઈકાના ચહેરા પર ખુશીની લહેર દોડી આવી હતી અને તે પરિવારનું સ્વાગત કરવા માટે પહોંચી ગઈ હતી.

આ પણ વાંચો : મુકેશ ખન્નાએ અક્ષય કુમારને આપી દીધી સલાહ; કહ્યું, “પોતાની છબીને છાજે તેવા જ..

અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષે જ જ્યારે મલાઈકા અરોરાના પિતાનું નિધન થયું હતું એ સમયે પણ અરબાઝ ખાન સૌથી પહેલાં ત્યાં પહોંચ્યો હતો અને આખો ખાન પરિવાર મલાઈકાને હિંમત આપવા માટે ત્યાં પહોંચી ગયો હતો. ખાન પરિવારની દરેક સુખ-દુઃખની ઘડીમાં પોતાની વહુ સાથે ઊભા રહેવાની આદત જ તેમને ખાસ બનાવે છે. તમે પણ આ વાઈરલ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો…

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button