આમચી મુંબઈમહારાષ્ટ્ર

મહારાષ્ટ્રના પ્રધાનમંડળમાં સ્થાન ન મળવાથી નારાજ નથી: ભાજપના વિધાનસભ્ય પડળકર…

નાગપુર: ભાજપના વિધાનસભ્ય ગોપીચંદ પડળકરે બુધવારે મહારાષ્ટ્ર કૅબિનેટમાં સ્થાન ન મળવાથી નારાજ હોવાના અહેવાલોને નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે, તેઓ પક્ષ દ્વારા લેવામાં આવેલા કોઈપણ નિર્ણયનું પાલન કરશે.

આ પણ વાંચો : પક્ષવિરોધી પ્રવૃત્તિ: ભાજપના વિધાનસભ્યને અપાઈ નોટિસ

રાજ્ય વિધાનસભાનું શિયાળુ સત્ર હાલમાં ચાલી રહ્યું છે ત્યારે વિધાન ભવનના પરિસરમાં પત્રકારો સાથે વાત કરતાં સાંગલી જિલ્લાના જત વિધાનસભા મતવિસ્તારના વિધાનસભ્યે કહ્યું હતું કે, તેઓ ધનગર સમુદાયને અનામત અને હિન્દુત્વ જેવા મુદ્દાઓ માટે કામ કરવાનું ચાલુ રાખશે.

‘મારા નારાજ થવાનો કોઈ પ્રશ્ર્ન જ નથી, પરંતુ જે લોકો માટે મેં કામ કર્યું છે એ લોકોને એવી લાગણી થતી હતી કે મારે પ્રધાન બનવું જોઈએ. હું પક્ષના નિર્ણયને સ્વીકારું છું,’ એમ તેમણે કહ્યું હતું અને તેમના સમર્થકોને ધીરજ રાખવાની અપીલ કરી હતી.

અમે હંમેશા પક્ષ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ માટે કામ કરીએ છીએ અને ભવિષ્યમાં પણ તેમની સાથે રહીશું, એમ તેમણે જણાવ્યું હતું.

આ પણ વાંચો : નારાજ નેતાઓને મનાવવાના પ્રયાસ ચાલુ છે: ઉદય સામંત

‘હું હવેથી ધનગર સમુદાય, અન્ય પછાત વર્ગો (ઓબીસી) અને ભટકતી જાતિઓને અનામત અપાવવા જેવા મુદ્દાઓ માટે કામ કરીશ. હું હિન્દુ ધર્મ અને હિન્દુત્વ માટે પૂર્ણ સમય કામ કરીશ,’ એમ પણ તેમણે કહ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button