નેશનલ

એક જ ટ્રેનથી કરો 7 જ્યોતિર્લિંગની યાત્રાઃ જાણી લો મહત્ત્વની વિગતો…

નવી દિલ્હી: દેશમાં તીર્થયાત્રા કરવાનું લોકોમાં ખૂબ જ મહત્વ છે, લોકો જીવનમાં એકાદ વખત તો પવિત્ર યાત્રાધામની અચૂક મુલાકાત લેવા માંગે છે, પરતું સમગ્ર ભારતમાં અલગ અલગ જગ્યાએ ફેલાયેલા તીર્થસ્થળોએ એકસાથે પહોંચવાનું અઘરું અને સાથેસાથે ખર્ચાળ બની રહે છે. જોકે, હવે ભારતીય રેલવેએ ધાર્મિક પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે ભારત ગૌરવ પ્રવાસન ટ્રેન ચલાવી રહી છે. જેનો લાભ લઈને તમે પવિત્ર જ્યોતિર્લિંગો અને અન્ય તીર્થ સ્થાનોની યાત્રા માટે વિશેષ ટ્રેન ચલાવી રહી છે. તો ચાલો જાણીએ આ રેલવેના આ પેકેજ વિશે.

આ પણ વાંચો : Delhi Assembly election: દિલ્હીના સિનીયર સિટિઝન્સ માટે કેજરીવાલની મોટી જાહેરાત…

ભારત ગૌરવ પ્રવાસી ટ્રેનો

ભારતીય રેલવેએ ભારત ગૌરવ પ્રવાસી ટ્રેનોના (Bharat Gaurav Tourists Train) બેનર હેઠળ ભારતના પવિત્ર તીર્થસ્થળોને સમાવતી પ્રવાસી ટ્રેનો ચલાવવા માટે તેની સંલગ્ન કંપની IRCTCની સાથે ઘણા મજેદાર પ્લાન રજૂ કર્યો છે, જે અંતર્ગત મુસાફરો સાત જ્યોતિર્લિંગ, પવિત્ર પૂરીઓ તેમજ મજકુંભના દર્શનનો લાભ લઈ શકે છે. વળી રેલવેના આ પેકેજથી મધ્યમવર્ગને પોસાય તેટલી કિંમતમાં યાત્રાનો લાભ મળશે અને રેલવેના પેકેજમાં ટ્રેન, બસ, હોટેલ રોકાણ, જમવાનું અને વીમો સહિતની સેવાઓનો સમાવેશ કરી લેવામાં આવ્યો છે.

કયા કયા તીર્થસ્થળોનો સમાવેશ?

આ અંતર્ગત રેલવેએ જ્યોતિર્લિંગ યાત્રાનું પેકેજ ઓફર કર્યું છે. આ ટ્રેન ઓરિસ્સાના ઝારસુંગુડાથી તેમ જ રાઉરકેલા, રાંચી, મુરી, હઝારીબાગ આરડી, બોકારો સ્ટિલ સિટી, કોડરમા, ગયા, રાજગીર , બિહાર શરીફ, પટના, બક્સર, ડીડી ઉપાધ્યાય જંકશનથી ઉપડશે અને આ ટ્રેન સેવાની શરૂઆત 5 જાન્યુઆરીથી 2025થી થશે, જેમાં ભીમાશંકર, દ્વારકા, ધ્રુષ્મેશ્વર, મહાકાલેશ્વર, નાગેશ્વર, ઓમકારેશ્વર, ત્ર્યંબકેશ્વર, શિરડી અને સોમનાથ જેવા પવિત્ર તીર્થસ્થળોનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : આર્થિક વૃદ્ધિદરમાં ઘટાડો ‘હંગામી’ પણ ભવિષ્યમાં ઝડપથી વિકાસ કરશેઃ સીતારમણે શા માટે આમ કહ્યું?

કેટલું છે ભાડું?

આઈઆરસીટીસીના પેકેજમાં 12 રાત્રિ અને 13 દિવસની યાત્રાનો સમાવેશ થાય છે, જેમાં સ્લીપર ક્લાસમાં ટિકિટનું ભાડું 24,330 રૂપિયા પ્રતિ પ્રવાસી નક્કી કરવામાં આવ્યું છે. પ્રવાસીઓ IRCTCની વેબસાઇટ પર જઈને આ ટૂર પેકેજ માટે ઓનલાઈન બુકિંગ કરી શકે છે. આ સિવાય IRCTC ટૂરિસ્ટ ફેસિલિટેશન સેન્ટર, ઝોનલ ઓફિસો અને પ્રાદેશિક ઓફિસો દ્વારા પણ બુકિંગ કરાવી શકાય છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button