28 કલાક બાદ બનશે નવ પાંચમ યોગ, ત્રણ રાશિના જાતકો પર થશે પૈસાનો વરસાદ…
ડિસેમ્બર 2024નો મહિનો જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વનો છે અને ગ્રહોના રાજા સૂર્યએ ધન રાશિમાં ગોચર કર્યું છે. આ ધન સંક્રાંતિ થયાના પાંચ દિવસ બાદ જ એટલે કે 20મી ડિસેમ્બરના રોજ ગુરુ અને શુક્ર બંને મળીને નવપંચમ યોગનું નિર્માણ કરી રહ્યા છે. આ બંને ગ્રહોને જ્યોતિષીઓને સૌભાગ્ય, ધન, સુખ અને સમૃદ્ધિના દાતા છે.
આ પણ વાંચો : આજનું રાશિફળ (18-12-24): કન્યા, તુલા અને મીન રાશિના જાતકોને કરિયરમાં મળશે સફળતા અને બીજું પણ ઘણું બધું…
જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર આ નવ પાંચમ યોગ ખૂબ જ શુભ યોગ છે. આ યોગ ત્યારે બને છે જ્યારે બે ગ્રહ એકબીજાથી નવમા અને પાંચમા સ્થાન પર સ્થિત હોય. શુભ ગ્રહ એકબીજાથી 120 અને 240° ની દુરી પર હોય ત્યારે નવપંચમ યોગ બને છે. આ યોગને કારણે અમુક રાશિના જાતકોને પારાવાર લાભ થઈ રહ્યો છે, ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ-
વૃષભ રાશિના જાતકોની આર્થિક સ્થિતિ મજબૂત બની રહી છે. ધન-સંબંધિત બાબતોમાં લાભ થઈ રહ્યો છે. અટકી પડેલાં પૈસા પાછા મળી શકે છે. રોકાણ કરવા માટે અનુકૂળ સમય છે. વેપારીઓને લાભ થશે. નોકરી કરી રહેલાં લોકોને પણ આ સમયે ઉપરી અધિકારીનો સાથ-સહકાર મળશે. નોકરીમાં પ્રમોશન મળશે. પરિવારમાં ખુશીઓનું આગમન થશે.
સિંહ રાશિના જાતકો માટે આ સમયે પ્રગતિના નવા નવા દ્વાર ખૂલશે. તમારી નેતૃત્વ અને નિર્ણય લેવાની ક્ષમતામાં સુધારો જોવા મળશે. શુક્ર-ગુરુની નવ પંચમ દ્રષ્ટિએ પદ-પ્રતિષ્ઠામાં વૃદ્ધિ લઈને આવશે. નોકરી શોધી રહેલાં લોકોને સફળતા મળશે. વિદ્યાર્થીઓએ કોઈ પરીક્ષા આપી હશે તો તેમાં લાભ થશે. અટકી પડેલું ધન પાછું મળી શકે છે.
શુક્ર અને ગુરુની યુતિથી બની રહેલાં આ નવ પંચમ દ્રષ્ટિ યોગને કારણે મીન રાશિના જાતકોની આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે. આર્થિક દ્રષ્ટિએ શુભ સમય શરૂ થશે. પ્રોપર્ટીમાં રોકાણ કરવાના યોગ બની રહ્યા છે. લાંબા સમયથી જો કોઈ સમસ્યા ચાલી આવી રહી હશે તો એમાં પણ રાહત મળશે. વૈવાહિક જીવનમાં મધુરતા જોવા મળશે. જૂની બીમારીમાંથી રાહત મળશે.